પડછાયો…

shadowThe Shadow_અંગ્રેજ કવિ શ્રી Walter de la Mare ની કવિતાનો ભાવાનુવાદ..

સૂરજના છેલ્લાં કિરણો ઢળે,
ને જગત આખું યે
રાતના દરિયામાં ડૂબે;
ત્યારે ઉપર ઊંચે એક મોટો,
ગોળ ચંદ્ર તરે છે.
એના ઉછીના લીધેલા તેજથી,
પથરા,ઘાસ, તરણું,
ઝીણામાં ઝીણું તણખલું
નજરમાં આવે તે સઘળું,
ચમકાવી ધૂએ છે.

ધીરા પગલે હું,
શ્વેત,ચોક્ખી દિવાલ પાસે જાઉં છું.
જ્યાં મારો એક અંગત સંગ
રાહ જોતો ઉભો હોય છે.
એક અનુચર….
શાંત, અક્કડ અને ઉત્તેજક.
હું જે કાંઈ કરું,
બધું જ તે કરે છે!
બિલ્લીથી વધુ ચૂપકીદીથી
મને અનુસરે છે.
મારી ચાલ, અંગભંગ,
આકાર, દેખાવ…
હું વળું કે ફરું,
ભાખોડિયા ભરું કે શિકારીની જેમ ઘૂમું.
બધું જ એ ચાલાકીથી કરે.
ચંદ્રના અજવાળે અને ઘુવડના સંગીત સાથે!

શીશ્શ…હું ધીરો ઈશારો કરું.
આવ, આવ..કોઈ જવાબ ન મળે..
એ અંધ અને મૂંગો છે.
હા, અંધ અને મૂંગો… પડછાયો…
ને જ્યારે હું જઈશ ત્યારે,
આ દિવાલ ખાલી,શૂન્ય,
સફેદ બરફ જેવી રહી જશે!!!!

****************************************

મૂળ ઈંગ્લીશમાં કવિતા-Walter de la Mare

When the last of gloaming’s gone, 
When the world is drowned in Night, 
Then swims up the great round Moon, 
Washing with her borrowed light 
Twig, stone, grass-blade — pin-point bright — 
Every tinest thing in sight. 

Then, on tiptoe, 
Off go I 
To a white-washed 
Wall near by, 
Where, for secret 
Company 
My small shadow 
Waits for me. 

Still and stark, 
Or stirring — so , 
All I’m doing 
He’ll do too. 
Quieter than 
A cat he mocks 
My walks, my gestures, 
Clothes and looks. 

I twist and turn, 
I creep, I prowl, 
Likewise does he, 
The crafty soul, 
The Moon for lamp, 
And for music, owl. 

” Sst! ” I whisper, 
” Shadow, come!” 
No answer: 
He is blind and dumb. 
Blind and dumb, 
And when I go, 
The wall will stand empty, 
White as snow.

9 thoughts on “પડછાયો…

  1. કાવ્યને અલગ દૃષ્ટિકોણ થી મુલવું છું કદાચ વાચકોને ગમે.
    જ્યાં સુધી ભિતરનો સુર્ય(જ્ઞાન) પ્રગટતો નથી, ત્યાં સુધી પારકા પ્રકાશ (જ્ઞાન) પર જીવન આધારિત છે. જેમ ચંદ્રનુ અજવાળું. આપણુ સ્વયં સ્ફુરિત જ્ઞાન ન હોય તો ક્યાંકથીને ને ક્યાંકથી ઉધારિત જ્ઞાન આપણે લઈએ, પછી તે કૃષ્ણની ગીતાનુ હોય કે મહંમદની કુરાનનુ કે જીસસની બાઈબલનુ કે અન્ય શાસ્ત્રોનુ. પણ આ બધું જ્ઞાન પર પ્રકાશ છે જેમાં સ્વયનો પડછાયો તો જોઈ શકાય છે સ્વયંનો અનુભવ નથી થઈ શકતો. આ સ્વનો પડછાયો તે બીજું કાંઈ નહી પણ આપણો અહમ છે. જેમ પડછાયો બહેરો, મુંગો અને આંધળો છે તેમ અહમ પણ. દિવાલ પર પડતો પડછાયો જેમ દેહની જુદી જુદી મુદ્રાઓની નકલ કરે છે તેમ આત્મ તત્વનો પડછાયો (અહમ) પણ આ જગતની પૃષ્ઠ ભુમિ પર નકલચી જ બની શકે છે.આપણે ચાલ્યા જઈએ કે દિવાલ પર પડતો પડછાયો અદૃષ્ય થઈ જાય છે અને પાછળ કેવળ દિવાલ મૌન બનીને ઉભી હોય છે. તેમજ આપણો જીવન કાળ પુરો થઈ જાય અને દુનિયા કોરી દિવાલની માફક આપણા અહમ માટે પણ કોરી બની જાય છે અને થોડા સમય માટે અસ્તિત્વ ભુંસાઈ જાય છે. વળી નવો જન્મ લઈ વળી દુનિયાની પૃષ્ઠ ભુમિ પર નવો ખેલ.

    Liked by 2 people

  2. આપનો અલગ દ્રષ્ટિકોણ વાંચ્યો.પણ શરદભાઈ, હવે કાવ્યસ્વરૂપની કસોટી માટે સમીક્ષકના માર્ગદર્શી બે શબ્દોના પ્રકાશની રાહમાં છું. કલમને કસવા માટે જરૂરી છે ને?

    Like

    • દેવિકા બેન,
      તમે લેખિકા છો સ્વાભાવિક રસ કલમ કસવામાં રહે. મારો રસ જીવનદર્શનમાં વધુ છે અને જ્યાં એ દેખાય ત્યાં રસધાર વહી જાય. મને તમે ઉત્તમ કક્ષાનો અનુવાદ કે ભાવાનુવાદ કર્યો કે નહી અને તેમા કઈ કઈ ભુલો શબ્દોના ચયનમાં, જોડણીઓમાં અને શૈલીમા કરી તે ઓછું દેખાય, પણ કાવ્ય હૃડયને સ્પર્શે અને એક નવું જીવનદર્શન મળે તે વાત ગમી જાય. વ્યક્તિ વ્યક્તિએ આવો ભેદ રહે તે સદા આવકાર્ય છે સર્વાંગી વિકાસ માટે. ખરું કે?

      Liked by 1 person

Leave a reply to vmbhonde જવાબ રદ કરો