સંગ્રહ

શેરાક્ષરી-ગુજરાતની…

આ શેરાક્ષરી એ માત્ર શેરોની અંતાક્ષરી નથી. માત્ર કવિતાની પંક્તિઓ નથી. પરંતુ એક એવો વિશેષ  નવો પ્રયોગ છે; જેમાં આપણી મૂળ અંતકડી છે,  કાવ્યપંક્તિથી ઉઘડે છે, ગઝલના શેરોથી ઉપડે છે અને આ બધું જ…બધું જ, ગુજરાત અને ગુજરાતીઓથી સભર છે.

તો ચાલો, કવિ શ્રી ખબરદારને યાદ કરી, શેરાક્ષરીની શરૂઆત કરીએ. 

  1. દેવિકા
    ગુર્જરવાણી,ગુર્જર લ્હાણી,ગુર્જર શાણી રીત.
     જંગલમાં પણ મંગલ કરતી,ગુર્જર ઉદ્યમ પ્રીત.                 ખબરદાર
  2. મનોજભાઈ    
     તૂટી ધજાઓ ને તૂટ્યા મિનારા
     પણ તૂટ્યું ના કોઇ’દી ગુજરાત
      હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત.                        મનીષ ભટ્ટ
  3. રિદ્ધિબહેન    
    તું વિશ્વગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર.
     નવા યુગોના રંગથી નવી નવી તું ભાત કર.                 રસિક મેઘાણી
  4. ફતેહ અલીભાઈ  
     
     રઢિયાળી ગુજરાત,  અમારી રઢિયાળી ગુજરાત!
      વીરનરોની માત, અમારી રઢિયાળી ગુજરાત!           માધવ ચૌધરી
  5. ભાવનાબહેન 
      તારામઢી સપના સજી આ રાત છે,ગુજરાત છે,
     એ આંગણું પાવન થયાની વાત છે,ગુજરાત છે.          હરદ્વાર ગોસ્વામી
  6. નિતીન વ્યાસ 
      છોછ કશો ના નડે મને, એ મારું સ્વાભિમાન
       ધર્મ-કર્મના ભ્રમો ભેદી, ઉન્નત કરૂં ઉડાન
       ગુર્જર ગાથા થશે પછીથી, દેશ-વિદેશે ગવાતી,
      હું ગ્લોબલ ગુજરાતી.                                     યોસેફ મેકવાન
  7. દેવિકા     
    તવ તીર સિંધુતરંગ મંડિત, ગાનથી ઘરકુંજ  રી
    તવ શસ્ય પલ્લવ પુંજ
      રી, જય હે જયતુ, જયગુર્જરી.      રાજેન્દ્ર શાહ
  8. મનોજભાઈ       
    રમે અન્ય સખીઓ થકી દઇ તાળી,
     સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
      કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
      રમો માતૃભાષા મુખે ગુજરાતી.                                ઉ.જોશી
  9. રિદ્ધિબહેન       
    તૈયાર થઈ જજો, તૈયાર થઈ જજો,
    નાત-જાત-ભાત તારી કોઈ પણ હજો,
    ખભેખભા મિલાવીને, ફંદ સૌ ફગાવીને
    માદરે વતનને કાજ, જંગમાં ખપી જજો.           અવિનાશ વ્યાસ
  10. ફતેહ અલીભાઈ
      જય સોમનાથ, જય દ્વારકેશ,જય બોલો વિશ્વના નાથની
       સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની…        રમેશ ગુપ્તા
  11. ભાવનાબહેન 
          નરસી ભગતનું ઝૂલતું પરભાત છે, ગુજરાત છે,
           જીંદાદિલીથી છલછલોછલ જાત છે,ગુજરાત છે.         હરદ્વાર ગોસ્વામી
  12. નિતીન વ્યાસ 
          છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત..
          ને વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત..             દેવિકા ધ્રુવ
  13. દેવિકા 
          તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
          ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત.             નર્મદ
  14. મનોજભાઈ 
          તારે ક્યારે કૈંક દુલારે દિલના શોણિત પાયાં.
           પુત્રવિજોગી માતાઓનાં નયન-ઝરણ ઠલવાયાં.
           ઝંડા અજર અમર રે’જે, વધ વધ આકાશે જાજે.         ઝવેરચન્દ મેઘાણી.
  15. રિદ્ધિબહેન  
         જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
        ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
          જ્યાં  જ્યાં બોલાતી ગુજરાતી,
         ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
               ખબરદાર
  16. ફતેહ અલીભાઈ 
          તું વિદ્યા છે, તું જ ધર્મ છે,
          તું અમ હ્રદય અને તું મર્મ છે.
          તું અમ દેહ તણો છે પ્રાણ,
           વંદન કરું તુજને હે માત.                 ગોવર્ધન દવે
  17. ભાવનાબહેન 
         તમે ગુજરાતી અમે ગુજરાતી, આપણે સૌ ગુજરાતી,
         બાર ગામે બોલી બદલે, તોય બધા ગુજરાતી.
                   હર્ષદ રવેશિયા
  18. નિતીન વ્યાસ
        તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતી
     ભલે લાગતો ભોળો હું તો, છેલ છબીલો ગુજરાતી..
                           હું છેલ છબીલો ગુજરાતી
    ..             અવિનાશ વ્યાસ
  19. દેવિકા       
    તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠા ટાબરિયાં
    તારા ગીત તણી મસ્તીમાં ભૂખ તરસ વિસરિયાં
     ઝંડા કામણ શા કરિયાં,
      ફિદા થઈ તુજ પાછળ ફરિયાં………..                ઝવેરચંદ મેઘાણી
    ય… ય નો અ કરવાની છૂટ છે..
  20. મનોજભાઈ      
     -એકવાર સત્યના ચરખાને કાંતી તો જો,
        અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
           સાબરનો આરો ને તાપી કિનારો,
          ગુજરાતની ગરિમાને ગાઇ તો જો.                 દેવિકા ધ્રુવ
  21. રિદ્ધિબહેન    તો હવે ‘જ’ નો ‘ઝ’ થાય ને?  !!
               ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
                  પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
                  હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત.                      મનીષ ભટ્ટ
  22. ફતેહ અલીભાઈ  
          તું પ્રેમ-દીપ બાળવા વદન વદનથી વાત કર.
          તું નફરતોને ટાળવા નયન નયનથી વાત કર.
            તું વિશ્વ-ગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર .            રસિક મેઘાણી.
  23. ભાવનાબહેન 
          રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
           અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
            જય દયાનંદ જય પ્રેમાનંદ, જય બોલો બહુચરમાતની
            સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …યશગાથા ગુજરાતની..            રમેશ ગુપ્તા
  24. નિતીન વ્યાસ    
       નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે.
       ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.
                            ઝ.મેઘાણી
  25. દેવિકા   
            છલકાતી એક-એક અગાસી,ઉપર જામ્યો રંગ
           આજ ગગનમાં પતંગ ઊડે, મનમાં ઉમટે ઉમંગ
    ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો, ઊડે રે પતંગ ગુજરાતનો.
      રઈશ મણીઆર
  26. મનોજભાઈ-    
       નવી પાંખ છે, નવા ઉમંગો, નવું નવું મલકાતા
       નવા દિવસ છે ભલે હવે એ નવી રીતે ઉજવાતા
        નવી સવારે નવું કિરણ લઇ આવ્યું નવલી વાત
        અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત                કૃષ્ણ દવે.
  27. રિદ્ધિબહેન 
          તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
          તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…
           ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,       અવિનાશ વ્યાસ.
  28. ફતેહ અલીભાઈ
           રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
             કેસરવર્ણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે,
             ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે.            ઝ.મે.
  29. ભાવનાબહેન 
          વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની
          સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિકલા ગુજરાતની.             શૂન્ય પાલનપૂરી.
  30. નિતીન વ્યાસ
    નક્કી એક દિન આવશે એવો, જહાં જ્યારે ચકિત થાશે
    અમારી કિર્તીગાથાઓ તણાં ગૌરવ ગીતો ગાશે.
    અમારી આત્મશ્રદ્ધાથી જગાવીશું નવો પલ્ટો,
    જહાંના પંથથી ન્યારો નવો રસ્તો રચાવીશું.        કવિ રવિ ઉપાધ્યાય
  31. દેવિકા       
    શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
    મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
              શૂન્ય પાલનપુરી

  32. મનોજભાઈ
    ન તો હું કહું છું, ન ગુજરાત કે’છે, સૌ દેશવાસીનો છે આ અવાજ,
    ભારતની અર્થ વ્યવસ્થાનું સુકાન, ગુજરાતીને હાથ, કે’છે આ અવાજ,
     દરિયા ખેડી, દરિયા તરી, અવકાશે યાત્રા કરે છે એ આ પ્રજા,
     ‘સહુના સાથ સહુના વિકાસ’ માટે, ગુજરાતીનો રણકે છે આ અવાજ.
     સ્વરચિત–મનોજ મહેતા

  33. રિદ્ધિબહેન-
    જય હે જય ગુજરાત! તને હો વંદન અપરંપાર
    મુક્તિદૂત ગાંધીનો આપ્યો તેં અનુપમ ઉપહાર
    તને હો વંદન અપરંપાર,જય હે જય ગુજરાત           વિનોદ જોશી
      

  34. ફતેહ અલીભાઈ-
        તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
        શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
        જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત.                   નર્મદ

  35. ભાવનાબહેન–
         ત
    ને નમુ,તને જપું,તારા અહર્નિશ ગાન ગાઉં.
        હર
    પળે, ને હર જગે, શિર નમે તુજને ગુજરાત.       –શૈલા મુનશા

  36.  પ્રકાશભાઈઃ પ્રીતિબહેન સેનગુપ્તાની બે પંક્તિ જેમાં સરદાર વલ્લભભાઈ અને ગાંધીજીનું સ્મરણ છેઃ

ત્યાં લોખંડી નર એક સૂત્રમાં ગૂંથે પ્રાંતેપ્રાંત..
ત્યાં એક વૈશ્વજન કહેવાયા, સમગ્ર રાષ્ટ્રના તાત
અહો, તે તો છે ગુજરાત..


છેલ્લે સૌ સાથેઃ તે તો છે ગુજરાત..

અમારી ગુણવંતી ગુજરાત.
અમારી ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત.

અસ્તુ..

સંકલનઃ દેવિકા ધ્રુવ

અરજ..

મુક્તકઃ
અરજ જગની…

કોરોના વાયરસ કરતા પણ મોટી આફત દેશ પર ત્રાટકે તેવી ભીતિ! સરકારની ચિંતા વધી,  તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજી | India News in Gujarati

કોરોનાએ બારણાં કર્યા બંધ બહારના
ઉઘડ્યા છે  ત્યારથી અંદરના બારણાં.
થઈ ગયું છે સંપૂર્ણ કામ અહીં તમારું
ખમૈયા કરો હવે લઈએ ઓવારણાં.

2021

નવા આ વર્ષની ગૂંજી રહી, શહેનાઇઓ ચોપાસ.

હવાની લ્હેરખી લઇ આવતી, આશાભર્યો અહેસાસ.

ને શબ્દોને ફૂટી કૂણી કૂણી, કૂંપળ નવી લીલી,

રહે તન-મન તણી શાંતિ, સદાયે આપને આવાસ.

welcome 2021…

સદાયે સર્વને આવાસ…સકળ આ વિશ્વને આવાસ.

સન્નાટાનો ઘોંઘાટ..

કોરોનાગ્રસ્ત…

સંવેદનાઓ કંપી ગઈ છે.

વેદના સાથે સંપી ગઈ છે.

દિલ તો કંઈ બોલ્યું જ નહીં ને

બુધ્ધિયે હવે જંપી ગઈ છે.

 

પ્રાર્થનાઃ

સારો અને ખોટો બધાનો આ સમય પણ વહી જશે.

ઢાંકે ભલે વાદળ રવિને, ક્ષણ મહીં એ ખસી જશે.

કોઈએ કદી ના સાંભળ્યો કે ના કદી જોવા મળ્યો

આ કેર ‘કોરોના’નો પણ કાલે સવારે સરી જશે.

 

કોપી-પેસ્ટ… મુક્તક-૨૭

‘ત્યારે ને અત્યારે’ની વાત કૈં થાય તેમ નથી.

નાની ને દાદીની વાતો કહેવાય તેમ નથી.

કોપીપેસ્ટ ફોર્વર્ડમાં વ્યસ્ત છે આ દૂનિયા એટલી,

કે, ગઝલ તો શું, એક શેર ક્યાંય અસલી દેખાય તેમ નથી.

***************************************************

 

મુક્તક-૨૬

સંજોગને આ દોરડે ફરતા ભમરડાઓ છીએ.

ને સૌ સમયની ધાર પર ઘૂમતા ચકરડાઓ છીએ.

છો ને દિમાગ આ સારું કે ખોટું વિચારે રોજ અહીં.

પણ સાચું તો એ છે, કે સૌ દિલના છબરડાઓ છીએ.