મને હું મળી ગઇ.

મારી જૂની એક રચના “મને હું મળી”  હવે છંદના પોષાકમાં….

નિરવ શાંત સ્થાને મને હું મળી ગઇ.
ન જાણે અજાણ્યે  હવે હું મળી ગઈ…..

ભૂલી તો પડી’તી ઘડી બે ઘડી પણ,
સઘળા એ પંથેથી દૂરે હું મળી ગઇ.

આ શબ્દોની ઝાડી  મહીં વીંટળેલી
ઘનેરા ફૂલોમાં મને હું મળી ગઇ.

ઘડીયાળના ટક ટકારે જીવી’તી,
અહીં અક્ષરોમાં મને હું મળી ગઇ.

કલમની કમાલે ધરી હામ સાચી,
પ્રભુ આ છે પૂજા, શિવે હું મળી ગઇ.

 

11 thoughts on “મને હું મળી ગઇ.

  1. સરસ વાત….ખોવાઈ ને જડવાની અભિવ્યક્તિ
    લગાગા ના આવર્તનોમાં એક લયબદ્ધતાનો સુંદર અનુભવ થાય છે

    Like

  2. ભૂલી તો પડી’તી ઘડી બે ઘડી પણ,
    સઘળા એ પંથેથી દૂરે હું મળી ગઇ.

    Like

  3. આ શબ્દોની ઝાડી મહીં વીંટળેલી
    ઘનેરા ફૂલોમાં મને હું મળી ગઇ. આ શબ્દોની ઝાડી મહીં વીંટ્ળેલી ..અટવાતી રહું હવે શબ્દોનાં જંગલોમાં મને આ સુખરુપ દુનિયાએ શબ્દોનું નજરાણું આપ્યું..વાહ દેવિકાબેન ખૂબ સરસ..

    Like

  4. કલમની કમાલે ધરી હામ સાચી,
    પ્રભુ આ છે પૂજા, શિવે હું મળી ગઇ.

    કેવો નિજાનંદ પ્રાપ્ત થાય જ્યારે તમારી પૂજા પ્રભુને પહોંચ્યાનો એહ્સાસ થાય.

    Like

  5. saras Rachna,
    i like matla pankti,
    નિરવ શાંત સ્થાને મને હું મળી ગઇ.
    ન જાણે અજાણ્યે હવે હું મળી ગઈ…
    ghanshyam na sadar pranam…

    Like

  6. ઘડીયાળના ટક ટકારે જીવી’તી,
    અહીં અક્ષરોમાં મને હું મળી ગઇ.

    vah..khub saras..devikaben.. abhinandan

    Like

  7. ખુદને મળી જવું- એ પણ એક વિરલ ઘટના જ છે…

    ખાસ તો છંદમાં રચના જોઈને ઘણો આનંદ થયો…
    અભિનંદન દેવિકાબેન.

    “સઘળા એ પંથેથી દૂરે હું મળી ગઇ” — આ પંક્તિમાં છંદ તૂટે છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s