મને હું મળી ગઇ.

મારી જૂની એક રચના “મને હું મળી”  હવે છંદના પોષાકમાં….

નિરવ શાંત સ્થાને મને હું મળી ગઇ.
ન જાણે અજાણ્યે  હવે હું મળી ગઈ…..

ભૂલી તો પડી’તી ઘડી બે ઘડી પણ,
સઘળા એ પંથેથી દૂરે હું મળી ગઇ.

આ શબ્દોની ઝાડી  મહીં વીંટળેલી
ઘનેરા ફૂલોમાં મને હું મળી ગઇ.

ઘડીયાળના ટક ટકારે જીવી’તી,
અહીં અક્ષરોમાં મને હું મળી ગઇ.

કલમની કમાલે ધરી હામ સાચી,
પ્રભુ આ છે પૂજા, શિવે હું મળી ગઇ.

 

11 thoughts on “મને હું મળી ગઇ.

  1. આ શબ્દોની ઝાડી મહીં વીંટળેલી
    ઘનેરા ફૂલોમાં મને હું મળી ગઇ. આ શબ્દોની ઝાડી મહીં વીંટ્ળેલી ..અટવાતી રહું હવે શબ્દોનાં જંગલોમાં મને આ સુખરુપ દુનિયાએ શબ્દોનું નજરાણું આપ્યું..વાહ દેવિકાબેન ખૂબ સરસ..

    Like

  2. કલમની કમાલે ધરી હામ સાચી,
    પ્રભુ આ છે પૂજા, શિવે હું મળી ગઇ.

    કેવો નિજાનંદ પ્રાપ્ત થાય જ્યારે તમારી પૂજા પ્રભુને પહોંચ્યાનો એહ્સાસ થાય.

    Like

  3. ખુદને મળી જવું- એ પણ એક વિરલ ઘટના જ છે…

    ખાસ તો છંદમાં રચના જોઈને ઘણો આનંદ થયો…
    અભિનંદન દેવિકાબેન.

    “સઘળા એ પંથેથી દૂરે હું મળી ગઇ” — આ પંક્તિમાં છંદ તૂટે છે.

    Like

Leave a reply to પંચમ શુક્લ જવાબ રદ કરો