શબ્દોને પાલવડે

palavgreen12.gif 

ઘડીભર હું   સંતાઈ  ગઈ  છુ,
      અચાનક ક્યાંક ખોવાઈ ગઈ છું;
સમયના સન્નાટામાં છવાઇ ગઈ છું,
      મારા જ ઘરમાં જાણે ભૂલી પડી છું….
અજનબીની આંખમાં ઢંકાઈ ગઈ છું,
      બેકદર નજરથી નજરાઈ ગઈ છું;
ઝડપી ચક્ડોળમાં ક્ષણિક અટકી ગઈ છું,
      શ્રધ્ધાની વાટ છતાં સંકોરી રહી છું….
સંજોગના આસને જડાઇ ગઇ છું,
      સુષુપ્ત શક્તિને ઢંઢોળી રહી છું;
કોણ જાણે હું શું કરી રહી છું ?
      હાલ તો શબ્દોને પાલવડે વીંટળાઇ રહી છું…

8 thoughts on “શબ્દોને પાલવડે

  1. તમે લખેલી વાત પરથી એક ગઝલનો ઉપાડ સુઝ્યો છેઃ

    અમે મૌન કરવતથી વ્હેરાઇ જાશું
    પછી શેર થઇને કહેવાઇ જાશું
    પછી શોધ જેવું ન બચશે કશું પણ
    તને શોધવામાં જ ખોવાઇ જાશું

    Like

Leave a comment