પોણી સદીની પાળે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયાં વિચારે;
જરા ડોલતી નાવની ધારે, જોઈ સામે તે કિનારે, અમે ચઢી ગયાં વિચારે….
પાર કરી છે પોણી ને પા જેટલી બાકી,
આજ લગી આ નૌકા વેગે રાખી હાંકી,
હવે પહેલાં કરતાં, જરા ચાલે હાલમ ડોલમ.
પણ કલમ-હલેસાં નથી ગયાં હજી હાંફી!
સમય આવ્યો, સમજી લેવા આબોહવાને તાલે, એકમેકને ઈશારે,
એક સમી સાંજને ટાણે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયાં વિચારે….
તારું મારું, મારું તારું, કહેતાં કહેતાં ચાલ્યાં,
આગળ-પાછળ, પાછળ-આગળ, કરતાં કરતાં દોડ્યાં,
ખાડા-ટેકરા,તડકા-છાંયા રસ્તાઓ વટાવ્યાં,
ખારાં-તૂરાં, કડવાં-મીઠાં પીણાં સઘળાં ચાખ્યાં.
રહ્યું કશું ના બાકી, લાગે ઝબકી તંદ્રાવસ્થે, પરસ્પરને સહારે,
પોણી સદીની પાળે, જાગ્યાં ત્યાંથી સવારે, અમે ચઢી ગયાં વિચારે….
–દેવિકા ધ્રુવ
૨/૭/૨૦૨૩ ફેબ્રુઆરી ૭,૨૦૨૩
Very nice , very appreciate.❤️🌷
Sent from my iPhone
<
div dir=”ltr”>
<
blockquote type=”cite”>
LikeLike
Very nice. Very appropriate.👌❤️
Sent from my iPhone
<
div dir=”ltr”>
<
blockquote type=”cite”>
LikeLike
દેવીકાબેન,
આ વાંચી , સવારની ચા કે કોફી કે બીઅર કે ? ની જરુર નથી પડી! ટોપલોભરી આભાર. મીસ્ટર ઘ્રુવને મારી યાદ.
કુશળ રહો ને લખતા રહો ને સૌને પિરસતા રહો.
‘ચમન’
Note:
To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.
http://chimanpatel.gujaratisahityasarita.org/
http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
Click to access kavita.pdf
https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/
“
LikeLike
👌🏻 ખૂબ સુંદર! પોણી સદીના જીવનનો નિચોડ રચનામાં સમાવી દીધો!
LikeLiked by 1 person