કચકડાંની કરામત છે ને મેક-અપની મરામત છે.
મનુષ્યોની જુઓ કેવી બધે જબરી બનાવટ છે?
નકલ તો જ્યાં જુઓ ત્યાં ત્યાં, અસલની થાય ચોગરદમ
ખપાવે છે ખૂબીમાં પણ, નરી એમાં બગાવત છે.
થતાં કેવાં આ વૃક્ષો બી થકી, એમાંથી નીકળે બી,
મઝાની ખૂબ અફલાતૂન નિયતિની નજાકત છે!
કદી જોઈ છે ધારીને, કે નીરખી છે લઈ હાથે?
અહો, દાડમની આકર્ષક ને મનમોહક સજાવટ છે!
ઘણું સુંદર દીધું એણે, ન દીધી શ્વાસની ચાંપો
વિધાતાની બધે, આ તો ગજબની ક્રૂર શરારત છે!
દઈ દે છે એ મનફાવે ને વીફરે તો લઈ પણ લે
કહે છે તોય એની શાખ તો મોટી સખાવત છે !
અહીંની જેમ લાગે છે, હશે ત્યાં પણ મિલાવટ કૈં
મરણની છે રિયાસત કે, જીવન એની અમાનત છે?
દેવિકા ધ્રુવ
કદી જોઈ છે ધારીને,……. સરસ.
Sent from my iPad
>
LikeLike