
ડીસેમ્બર મહિનો શરૂ થાય એટલે આંખ સામે ‘સ્નો અને ક્રિસ્મસ ટ્રી’ના દૄશ્યો દેખાવા માંડે. ટીવી ખોલીએ ને જિન્ગલ બેલ જિન્ગલ બેલ’ નું મ્યુઝીક સંભળાવા માંડે. બારી બહાર નજર જાય અને શણગારેલા મકાનો જોવા મળે, બહાર નીકળો તો માનવીઓની દોડાદોડ અને કોને કઈ ગિફ્ટ આપવી એવી મથામણો માણવા મળે. પણ….આ વખતની વાત જરા જુદી છે. પહેલાં જોઈ કે સાંભળી નથી તેવી છે. છતાં આશા તો અમર જ ને? આવી વિચારધારા સાથે એક રચના સાંપ્રત પરિસ્થિતિ મુજબ
નાતાલનો આ તાલમાં, નિર્જન નજારો છે અહીં,
આનંદ ને ઉદાસીનો, જુદો ઝગારો છે અહીં !
છે વિશ્વભરના હાલ ને ઋતુ-ઋતુની ચાલ પણ
કૂંપળ નવી ખીલશે જગે, ફરતો ધખારો છે અહીં.
અવસર ભલે સૂનો સહી, ખુશી ખુશી ગાઓ ચલો,
વીસવીસને છે અલવિદા, ‘કોવિદ’ કિનારો છે અહીં.
છેટા રહો, જોડાં ઉતારો, હાથ ધૂઓ, માસ્ક પહેરો,
દૄશ્યો જૂના જોયાં બધા,જીવન સુધારો છે અહીં.
દરિયો તર્યા મુબારકો, દરિયો ભરી શુભાશિષો.
‘જે પોષતું તે મારતું’, એવો મિનારો છે અહીં.
જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.
વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
સર્વે ભવો નિરામયા”, દિલના પુકારો છે અહીં.
आशा नाम मनुष्याणाम कश्चिदाश्चर्य श्रुन्खला.
LikeLiked by 1 person