૨૦૨૦ની નવરાત- ગરબો

નવરાત્રી શરૂ થાય એટલે શેરીના ગરબાનું ચિત્ર ઉભું થતું. પછી દેશમાં ડીસ્કો થયા અને વિદેશમાં ‘ શેરીના ગરબા’ ગોઠવાયા !! આની વચ્ચે વિશ્વભરમાં વળી એક નવી રીત સર્જાઈ! ઘરમાં બેઠાં ‘ઝૂમ’ના ભાતીગળ ગરબા! તો ચાલો.. નવી રીતોને ૨૦૨૦ની નજરે માણીએ.

ગરબોઃ

માત અંબે ભવાની નવી રાત લાવી.
આજ ગરબે ઘૂમવાની નવરાત આવી.
લોક ઘરમાં સજે શણગાર,
ભવાની નવરાત લાવી…જીરે જીરે ઝુમવાની નવરાત આવી..


મા ગબ્બરના ગોખેથી રુમઝુમ આવે,
એ તો સિંહ પર સ્વાર થઈ રમઝટ લાવે.
કોરોના નાથવાની હામ,
ભવાની નવરાત લાવી…ખમ્મા ખમ્મા ભવાની નવરાત આવી..

માએ નવ નવ રાતે કંકણ પહેર્યાં,
બાજુબંધ બેરખાં હરખે ધર્યા.
ઊડે ચૂંદડીમાં કંકુ-ગુલાલ,
ભવાની નવરાત લાવી…જીરે જીરે ઝુલવાની નવરાત આવી..


નથણી,નૂપુર ને પાયલની સંગ,
ઝુમખા,લવિંગિયા ને દામણીનો રંગ
આછી ઓઢણીમાં તારલિયા ભાત,
ભવાની નવરાત લાવી..ખમ્મા ખમ્મા સુહાની નવરાત આવી..


ગરબાને દીવડે સૂરજના તેજ,
ચંદાની ચાંદનીના છલકે છે નેહ,
લઈ ‘ઝૂમ’ના ગરબાનો તાલ,
ભવાની નવી રાત લાવી..હોવે હોવે મસ્તાની નવરાત આવી..દેવિકા રાહુલ ધ્રુવ

4 thoughts on “૨૦૨૦ની નવરાત- ગરબો

  1. Excellent Garbo. Appropriate for the covid – 19. But I am in love with Avinash Vyas’s style garbas
    which you can sing out loud and get the highs on a beautiful Navratri night. I am talking about a garba like, ” TARI BANKI RE PAGHALDINU FUMATU RE, MANR BAHU GAMTU RE,
    AATO KAHUN CHHE RE PATALIA TANE AMTHU ….. HEY TARI BANKI RE PAGHALDNU….

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s