‘સ્વ’ના કિલ્લામાં સૌ છે.

વિશ્વના વિશાળ, આ ‘વિલા’માં સૌ છે.
જેમ પર્ણો, વૃક્ષના વેલામાં સૌ છે.

 

વાયુથી ખરતા આ પત્તા જોઉં, ને થાય,
કે ફરી મળતા નવા ઝુલામાં સૌ છે.

 

પ્રીતના મીઠા ગીતો ગાયા કર્યા પણ
વાત તો એ છે, ‘સ્વ’ના કિલ્લામાં સૌ છે.

 

‘કાગડા કાળા બધે’ જોઉં ને વિચારું,
કેવાં કેવાં મન તણાં ખિલામાં સૌ છે!

 

આ પરિવર્તનની વાર્તા છે બધી હોં,
અહીં તો, ‘દેવી’,ચાતર્યા ચીલામાં સૌ છે.

6 thoughts on “‘સ્વ’ના કિલ્લામાં સૌ છે.

  1. Adarniya Devika,
    Be shabdo villa anne killo,
    NRI CHAKSLI, KABAR, DOGGY, LAGBHAG Badhey dekhav ma anne n behavior ma globally equal joya, pann, khiskoli, sassala jevi lagi,
    Greenary, khubsj rang badali joyee, suku, thuthu, zad, varsad ma bhijayee ne, vikasati, vadhamani ne mahori uthati joyee , lilla chham perna ne mahorata joya, aa environment ne kudarat ni sathe , citizens ne hudi badali , vastro ni maya ne tyaji, viharata joya, anne aarpar deh ni sunderata ne dundari ni dhabaks uchharta unnat vishal stann ne dhabskats joya, kyyay ashilalataya ne ubharati na joyee ne , pan kyaay vasannss ne najat mahi ke bafan mahi vikar thaki na snubhavee.

    Like

  2. સ્વના કિલ્લામાં કેદ નથી આ દિલ કે આત્મા
    તેને ગમે મુક્ત આ નીલ ગગનમાં વિહરવાનું
    વાદળ અને પંખી સાથે મળી કલરવ કરવાનું
    ન ગમે દેખાદેખીને શબ્દના બાણથી વિંધાવાનું

    વિશાળ ગગન , હૈયાને હિલોળતી હરિયાળી, સમુદ્રના અફાટ મોજામાં તણાવાની મઝા માણવાનું.

    સરસ.

    Like

    • અરે વાહ…આપના જેવા આદરણીય વ્યક્તિનો પ્રતિભાવ જોઈ અનહદ ખુશી થઈ.. વાંચતા રહેશો અને માર્ગદર્શન આપતા રહેશો તો ધન્ય ધન્ય લાગશે..

      Like

Leave a comment