પત્ર નં.૨૨.. મે ૨૮, ‘૧૬

 કલમ-૨ દર શનિવારે….

 


પ્રિય દેવી
,

કુશળ હશે….છે ને?

આજે અહીંનુ વાતાવરણ તેં પહેલાના એક પત્રમાં જણાવ્યું હતું એવું છે. સવારથી વરસાદ મન મૂકીને વરસે છે. ગઈકાલે સુર્યદેવે ખૂબ સોનુ વરસાવ્યું હતું તેને ઘસડી જવાનું વર્ષારાણીએ નક્કી કર્યું હોય તેમ કદીક જોરથી તો ક્યારેક ઝરમર વરસ્યા જ કરે છે. અટકવાનું નામ નથી લેતી. સાથે ઠંડી પણ લઈને આવી છે.

ભારતમાં જેમ ઉનાળો, શિયાળો અને ચોમાસુ એમ કુદરતે જે ઋતુઓની વ્યવસ્થિત ગોઠવણ કરી છે તેવું અહીં મોટેભાગે વર્તાતું નથી. ભર શિયાળામાં ખાંડાધાર વરસે અને ઉનાળામાં ક્યારેક ગરમી ખાસ પડે જ નહીં અને એમ વાતાવરણ અનિશ્ચિત રહે.

હું જ્યારે અહીં શરુઆતમાં આવી ત્યારે પુરુષો તો કહે જ, પરંતુ સ્ત્રીઓ પણ ક્યારેક સહજ રીતે કહે કે, ‘ you can’t trust weather, wine and women in this country!’ મને ખૂબ જ આઘાત લાગતો. સ્ત્રીઓ માટે આ રીતે કહેનાર પુરુષો પર તો ગુસ્સો આવતો જ પરંતુ સ્ત્રીઓ જ્યારે કહે ત્યારે દુઃખ થતું. ખેર, જો કે સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ સમાનતા અહીં વધુ જોવા મળે છે એટલે આવા થોડા લોકો માટે ફરિયાદ કરવી યોગ્ય નથી. એટલું જરુર કહીશ કે હું પોતે સ્ત્રી સ્વાતંત્ર્ય, સમાન અધિકાર જેવી અંતહીન દલીલોમાં ક્યારે ય પડતી નથી. એક બીજા માટે જો સાચું સન્માન અને સમજણ હશે ત્યાં કોઈ આરોપો-પ્રત્યારોપોને અવકાશ જ નહીં રહે.

શરુઆતમાં ‘women’s week’ની ઉજવણીમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતી અને એ અઠવાડિયા દરમ્યાન સ્ત્રીઓ માટે યોજાતી વિવિધ પ્રવૃત્તિઓથી સ્ત્રીઓમાં ધીમે ધીમે વધતો જતો આત્મવિશ્વાસ પણ દેખાતો ત્યારે આનંદ થતો. પરંતુ જેમ જેમ પુખ્તતા આવતી ગઈ તેમ તેમ આ બધું દેખાવ માટે થતું અનુભવવા લાગી. તંદુરસ્ત સમાજમાં આવા ખાસ પ્રયત્નો કરવા જ ન પડવા જોઈયે. વર્ષમાં એક અઠવાડિયું ઉજવવાથી અને તે પણ સ્ત્રીઓ જ તેમાં ભાગ લે તેથી સમાજમાં સ્ત્રી તરફનું સન્માન વધતું જોવા તો નથી જ મળતું. ખરેખર તો સ્ત્રીઓ અને પુરુષોએ વિચાર-વિમર્શ માટે આ અઠવાડિયું રાખવું જોઈએ અને કઈ રીતે સમાજમાં ગ્રાસરુટથી એની શરુઆત કરવી જોઈએ જેવા વિષયો પર આલોચનાત્મક ફેરવિચારો થવા જોઈએ.

ચાલ, હવે તેં જે વિષય છેડ્યો છે એને વિષેના મારા વિચારો કહું તે પહેલા એક સવાલ પૂછું? તેં કાનજી વર્સિસ કાનજીનાટક જોયું હતું?  જેમાં ઘણા બૌધ્ધિક લોકોને ઉદ્‍ભવતા પ્રશ્નોને ખૂબ જ હળવાશપૂર્વક છતાં ગંભીર રીતે રજૂ કર્યા હતાં. ત્યાર પછી એના પરથી ઓ માય ગૉડ’ ફિલ્મ પણ હિંદીમાં ઉતરી હતી-એ બન્નેમાં પરેશ રાવળની મુખ્ય ભૂમિકા હતી.
તેં ટૂંકમાં પણ ખૂબ જ અગત્યની વાત કરી કે લાગે છે જાણે સંસ્કૃતિ અને ધર્મને કેન્સર થઈ ગયું હોય તેટલે અંશે બન્ને સડી ગયા છે. ખૂબ જ સાચી વાત છે. મને લાગે છે માત્ર હિંદુ ધર્મે જ નહી બધા જ ધર્મોએ પોત પોતાના ધર્મને નવા સંદર્ભમાં જોવો જોઈશે. આ વાત કરતાં કરતાં મને એક અમેરિકન ફિલ્મ યાદ આવી-
‘sister act’-જેમાં વ્હુપી ગોલ્ડબર્ગે ખૂબ જ સુંદર અભિનય કર્યો છે. એ ફિલ્મમાં પણ મૂળ સંદેશો એ જ છે કે ક્રિશ્ચિઆનિટિમાંથી પણ ક્રિશ્ચિયન લોકોનો રસ અને વિશ્વાસ ઉઠતા જાય છે તેથી ક્રિશ્ચિયન સમાજ અને ખાસ કરીને યુવાનોને ક્રાઈશ્ટના સંદેશાઓ પહોંચાડવા હશે તો આખો ને આખો અભિગમ જ બદલવો પડશે.

સમાજ વ્યવસ્થાને માટે માત્ર અને માત્ર શ્રમવિભાજન કરવા કદાચ, એકદમ અસલના સમયમાં હિદુ સમાજમાં જ્ઞાતિ પ્રથા શરુ થઈ હશે. પણ વિકાસની સાથે સાથે એ વ્યવસ્થામાં ફેરફાર થવા જોઈતા હતા અને જ્યારે હવે એની જરુર ન હોય ત્યારે એ પ્રથાને  હટાવવી જ પડશે. એ ન થયું એટલે જ તો અત્યારના સમાજમાં પોતાને ઊંચી જાતિનાકહેવાતા લોકો ‘ઈજારોલઈને બેસી ગયા છે. એ લોકો ભલે ઈન્કાર કરે પરંતુ  ધર્મ તથા સમાજની અવદશા માટે અમુક અંશે એ લોકો જવાબદાર છે જ.  

હવે પરદેશમાં રહેતા ભારતિયો ધરમ’(એને હું ધર્મ ન કહું) ને ટકાવવા માટે કરતા રહેલા ધમપછાડાની વાત!
ભગવા જોયા એટલે એના પગમાં આળોટી પડ્યા એ લોકોએ જ તો ધરમનો ઈજારો લઈને બેઠેલા લોકોને સ્પોન્સર કરીને બીજા પણ એવા લોકો માટે પરદેશમાં આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. આપણે સામાન્ય જનતાએ જ તો આવા લોકોને
બાપા’, ‘દદા’, ‘સંતશ્રીવિગેરે બનાવી દીધાને? હજુ જ્ઞાતિના વાડાઓની માયાજાળ ઓછી હોય તેમ તેમાં સંપ્રદાયોના વાડાઓ ઉભા કરી દીધા!! હકારાત્મક નજરે જોવાનો પ્રયત્ન કરીયે તો એટલું જરુર કહી શકાય કે એમાંના અમુક લોકો પાસેથી અમુક ટકા યુવાન વર્ગને માર્ગદર્શન પણ મળે છે અને હિદુ ધર્મની થોડી સમજ પણ મળે છે જે તેમના માતા-પિતા કે વડિલો પાસેથી મળતી  નથી.( કુવામાં હોય તો હવાડામાં આવેને?)

તેં સાચું જ કહ્યું કે આજે લોકો ઈર્ષ્યા અને સ્પર્ધામાં જીવે છે. એમાં હું એટલું ઉમેરું કે આ ઈર્ષ્યા અને સ્પર્ધા જો તંદુરસ્ત હોય તો તે વિકાસને માર્ગે લઈ જાય. પરંતુ ખાટલે મોટી ખોડએ જ છે કે મારી પાસે નહીં તો કોઈને પાસે ન હોવું જોઈએવી માંદલી ઈર્ષ્યા અને પોતાનાથી આગળ ન વધાય તો બીજાને આગળ તો ન જ વધવા દે પરંતુ તક મળ્યે પછાડવા માટેની નાદુરસ્ત સ્પર્ધા, ખબર નથી સમાજને ક્યાં લઈ જશે!

અને હવે છેલ્લે તારી આશા સાથે હું ય મારી આશા જોડીને કહું કે આપણે સારું-નરસું પારખવાનો વિવેક કેળવીએ અને હકારાત્મક પરિવર્તનના ગોવર્ધનને એક ટચલી આંગળીનો ટેકો પણ જો અપાય તો આપીને આપણું કર્તવ્ય નિભાવવાની શક્તિ ઈશ્વર પાસે માંગીએ.

અસ્તુ.

નીનાની સ્નેહયાદ.

 

16 thoughts on “પત્ર નં.૨૨.. મે ૨૮, ‘૧૬

  1. DearDear Nina,
    Weathet ni vat ma thi wine ne woman, kadach manasikta ni maryada kahi shakay,
    WINTER patvaa ayo chhe, 24c worm lage, karan ozon layer patalu chhe, vatavaran garam thay na thay ne vadar gherayee ne varsad varsi jaye chhe, bhej vadhe, akendare pleasant rahe, thandak SUNNY DWY ni variety ne warm summer ni week end ni vadhamani, pachhi, Lage raho,vacuum and, laudary,ne parane majaburi na banavell circle na social get ti gather, uchhina vyavar no dinner, drink, je ghar gajar trni gossip, annevpachhi sagoan vagar na sambodho ma ek bija ne parane hugg , nibhavavi padati week end ni skypee vatan ni formality, chalo tyre, patavo, next week end ma maliye skypee par, anne Monday thi Tuesday, job, thandu, planned karelu vadhelu meal, tiffin ma lunch ma , aerrated tin and fruit, no break fast, dinner ma kal mate lunch ma layee javay tem manu, anne wait till next Friday night, wine, tv, , ne saturday ,ajj house keeping laundaru, skypee,,,?.?

    Liked by 1 person

  2. આપણે સારું-નરસું પારખવાનો વિવેક કેળવીએ અને હકારાત્મક પરિવર્તનના ‘ગોવર્ધન’ને એક ટચલી આંગળીનો ટેકો પણ જો અપાય તો આપીને આપણું કર્તવ્ય નિભાવવાની શક્તિ ઈશ્વર પાસે માંગીએ.
    બહુ જ પ્રભાવક સત્ય.. હું તો ટચલી આંગળી નહીં આખા અસ્તિત્વનો નો ટેકો ધરીશ

    Liked by 1 person

    • ‘હું તો ટચલી આંગળી નહીં આખા અસ્તિત્વનો નો ટેકો ધરીશ’… વાહ…
      બધા જ આવું વિચારે ત્યારે જ લેખન સફળ થયું કહેવાય અને સમાજના દ્રષ્ટિકોણનો વિકાસ થયો ગણાય.
      આભાર માનીને આ સત્યનો પ્રભાવ ઓછો નહિ કરું!!

      Like

  3. મને તો તમારી આ વાતોમાંથી ‘ધર્મ’, ભગવા, ને એવી બધી વાતો ખુબ ગમી. જ્ઞાતિપ્રથા અને ઉંચનીચના ખ્યાલો બદલવા જ પડશે. પણ આપણો અંધશ્ર્ધ્ધાળુ સમાજ નથી જ બદલાવાનો-એટલીસ્ટ આપણી હયાતિમાં તો નહીંજ.
    નિરંજન શાસ્ત્રીજીના વિચારો ગમ્યા. પણ તેમણે એ જ વાત જો ગુજરાતી ફોન્ટ્સમાં લખી હોત તો તરત ગળે ઉતરી જાત. આતો અંગ્રેજી મૂળાક્ષરોમાં લખાયેલી ગુજરાતી ભાષા વાંચતાં તકલીફ પડે છે. ગુજરાતી ભાષાના પ્રેમીઓએ, હવે કોમ્પ્યુટર માં, ગુજરાતી ફોન્ટ્સ નંખાવી દઈને, ગુજરાતીમાં જ લખવાનો મહાવરો પાડવો જોઇએ. ગુજરાતી વાત અંગ્રેજી ફોન્ટ્સમાં વાંચતાં આંખને કઠે છે.
    શ્રી, વિજય શાહે, ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર પર મારા જેવાને લખતા કરી દઈને અને ગુજરાતી ભાષાના પ્રસાર અને સંવર્ધન માટે ખુબ કામ કર્યું છે તેમાં કોઇ શંકા નથી.

    નવીન બેન્કર ( હ્યુસ્ટન)

    Liked by 2 people

  4. કેટલો બદલાવ આવ્યો એ સમજવા માટે ૩૦-૪૦ વર્ષ પાછળ જઈને જો અવલોકન કરીયે તો ધીમો બદલાવ જોવા મળે છે પરંતુ નવીનભાઈ કાંઈ કેટલાય વર્ષોથી જડ નાંખી બેઠેલી અંધશ્રધ્ધા, વહેમો, જ્ઞાતિપ્રથા -ને બદલતા વાર તો લાગશે જ અને આપે કહ્યું તેહ આપણી હયાતીમાં ધર્મૂળ ફેરફાર જોવા ન મળે તો પણ અમુક ફેરફારો તો થયા જ છે એની ના નહી કહી શકાય. આવતા પત્રઓમાં એ વિષયને વિગતે લેવા પ્રયત્ન કરીશું.
    નિરંજનભાઈ માટે આપે આપેલું સૂચન ગમ્યું કારણ મને પણ સમજતાં વાર લાગી હતી. પરંતુ દર પત્રના પ્રતિભાવો આપવા બદલ એમનો આભાર.

    આભાર.

    Liked by 1 person

  5. સરસ વાત! ગમી પણ ખરી! વો દિન કહાં કી મિયાંકી પાવમેં જુતી! સાહિત્ય સરિતા જેવી નાની નદી પણ ક્યાં એક દિશામાં વેગવંતી વહી રહી છે? વાંધા-વચુકાના પથ્થરોથી જ્યારે એક સાહિત્ય સરિતા એની મુકરર દિશા રાખી શક્તી નથી ત્યારે બહોળા માનવ સમુદાયની તો વાત જ શી કરવી! લખતા રહો અને અમારા જેવાને જગાડતા રહો. બંને બહેનોને આવી વાતોથી સજાગ કરવા અભિનંદન.

    Liked by 1 person

  6. હકારાત્મક નજરે જોવાનો પ્રયત્ન કરીયે તો એટલું જરુર કહી શકાય કે એમાંના અમુક લોકો પાસેથી અમુક ટકા યુવાન વર્ગને માર્ગદર્શન પણ મળે છે અને હિદુ ધર્મની થોડી સમજ પણ મળે છે જે તેમના માતા-પિતા કે વડિલો પાસેથી મળતી નથી.( કુવામાં હોય તો હવાડામાં આવેને?). Parents have not time and There are hardly and respectable elderly people freely come closer to the youngsters. Hence, ધરમનો ઈજારો લઈને બેઠેલા લોકો -AA SUNYAVAKASH NO GERLABH UTHAVE CHHE TEVOO MANE LAAGE CHHE,
    you can’t trust weather, wine and women in this country!’ મને ખૂબ જ આઘાત લાગતો ……………..etc.
    I think this is the humorous way of presentation of 3 Ws . whatever said and done our religious scriptures and in many other literatures too these three Ws are described as unpredictable by nature and probably this must have inspired some humorous writer to put this in proverbial form.
    I therefore feel, both writer and women in general should take it lightly.
    I apologize if I have hurt the feeling of the writer and women in general.

    Liked by 1 person

  7. તમારા પત્રો ગમવા લાગ્યા છે ! મારી વિચાર ધારા સાથે ‘મેચ’ થાય છે – તેમ તો છે જ.
    પણ..
    ત્તટસ્થ મનથી વિચારતાં – એમાં ‘જીવન જીવવાની કળા’ ઉપસી આવે છે.

    ‘આઝાદ’ બનવાની કળા. મનની ગુલામીને ફગાવી દેવાની કળા..

    Liked by 1 person

Leave a comment