હવા, પાણી અને પ્રકાશ જેટલાં પ્રકૃતિ માટે જરૂરી છે તેટલાં જ માનવ જીવન માટે પણ જરૂરી છે.પ્રતિદિન ખુબ સહેલાઈથી મળી જતાં આ ત્રણે તત્ત્વો વિશે આપણે ભાગ્યે જ ઝાઝું વિચારીએ છીએ.પણ ટેકનીકલના આ યુગમાં, ક્યારેક એકાદી ક્ષણે, જરા આંખ મીંચીને કુદરતને માણવાની તક લઈશું તો એક અનોખો આનંદ મળશે. વસંત ૠતુની વ્હેલી સવારની એવી એક પળની અનુભૂતિ, આજના મારા શુભ દિને (જન્મદિવસ) ગીતરૂપે આપની સમક્ષઃ
રૂમઝૂમતું કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો.
મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું,
વાદળ-દળને છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું.
સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો.
સ્મિતની સંગે, અંતર અંગે, ઝળહળ ઝળહળ ઝીલી લો રે, કોઈ લઈ લો….રૂમઝૂમતું કંઈક
બારી મનની ખોલી સૂંઘો, શીતલ પવનની સુરભી.
ખુલી હવા મદમાતી ગાતી ગુનગુન ગુનગુન ગરબી.
મધુર સાજને તાલે એ તો થનગન થનગન નાચ્યું છે, કોઈ નીરખો રે, કોઈ લઈ લો.
સરસર સરતા સમીરની મસ્તી, ગુલશન ગુલશન જોઈ લો રે, કોઈ લઈ લો….. રૂમઝૂમતું કંઈક
દડદડ દડીને પરવત પરથી, બનીને ઝરણું રમતું,
ઝીલમીલ ઝરીને,ભળીને બનતું સરિતા મધ્યે મળતું.
ઉછળી ઉછળી ધસમસતું એ દરિયે જઈ સમાયું છે, કોઈ સમજો રે, કોઈ લઈ લો..
બૂંદબૂંદના ગેબી નારા, હરદમ, મનભર સૂણી લો રે, કોઈ લઈ લો. ……રૂમઝૂમતું કંઈક
તેજ,પવન, જલ તનમન ભરતું કણકણમાં ઉભરાયું છે, કોઈ લઈ લો,
કોઈ ઝીલી લો રે, કોઈ જોઈ લો રે, કોઈ સૂણી લો રે, કોઈ ભરી લો રે… રૂમઝૂમતું કંઈક
va, sundar.kudrat aavu ghanu aapanane aape chhe, aapane leta nathi
Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde
http://www.bookganga.com/eBooks/Books?BookSearchTags=Vilas+Bhonde&BookType=1
LikeLike
Beautiful.
LikeLike
Very nice Geet
LikeLike
Very nice beautiful.
LikeLike
બારી મનની ખોલી સૂંઘો, શીતલ પવનની સુરભી.
ખુલી હવા મદમાતી ગાતી ગુનગુન ગુનગુન ગરબી.
વાહ વાહ ! બહુ સરસ.
LikeLike
પ્રથમતો જન્મદિન મુબારક.
ભારત ખાતે અંકિનીનો(એક જ સાળીની એક્ની એક દિકરીનો)જન્મદિન પણ આજે. એને પણ શુભેચ્છા પાઠવી, સાથે સાથે નિયંતિકાની વિદાયના આજે જ ચાર વર્ષ પૂરા થાય છે.!
તમારી આજની કવિતા તરફઃ
મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું,
વાદળ-દળને છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું.
કાયમની જેમ તમારી કવિતાઓ વિષય અને શબ્દોની વિવિધતા લઈ આવે છે. વાંચતાં વાંચતાં મન અને નજરને કવિતાઓ જકડી રાખે છે.
અભિનંદન સાથે.
“ચમન”
LikeLike
ખૂબ સુંદર.
LikeLike
નાવીન્યપૂર્ણ સુંદર ગીત, અભિનંદન !
LikeLike
Saral ane sundar!
Happy Birthday!
Neela
LikeLike
રૂમઝૂમતું કંઈક આવ્યું છે….sundar geet
LikeLike
પ્રકૃતિના પરમ તત્વોનો કાવ્યાભિષેક . સુંદર .
LikeLike
પ્રિય દેવિકાબેન,
સવારના ત્રણ અઠવાડિયા પછી મેલ ખોલી , રૂમઝૂમતું ગીત વાંચી આનંદ થયો.
be lated Happy Birthday.
LikeLike
Very nice song
LikeLike