સમજણને…..

સમજણને પણ સમજાવવું પડે તે કેવું? કદાચ સ્ત્રીલિંગ છે એટલે હઠીલી હશે!!

લો, એક નવી ગઝલ. સમજણ વિષે…

સમજણને…..

 

કેટલી યે વાર કીધું, એકલી તું મ્હાલજે.
રાહમાં જો આથડે કંઈ, પ્રેમથી તું ટાળજે.

પણ હઠીલી જાત સ્ત્રીની માને ના ગુમાનિની
ને પછી ખૂણે રડી કહેશે કે તું સંભાળજે.

કાં વીંટે ઈર્ષા સમા વસ્ત્રો નકામા જાત પર,
નગ્ન સમજણ સત્ય છે તું, એકલી વિચારજે..

વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે.

સ્‍હેલી થઈ સરતી રહે આ જીંદગી બસ તુજ થકી,
એકવત્તા એક થઈને એક છે સમજાવજે.

15 thoughts on “સમજણને…..

  1. Congratulations for a nice poem ! I like the following two lines as a real take-home message ! I always look forward to reading such lines or message.

    વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
    પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે.

    What a profound advice ! Paani ane Vaani ne satat galavi or purify karvi e jivanbhar paalavani tev chhe ! I love these two lines,

    Dinesh O. Shah

    Liked by 1 person

  2. લાગે છે કે વાંચનારની નજર આ પર અટકે છે….”વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
    પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે.” સરસ.
    સરયૂ

    Like

  3. ..વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
    પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે. Very valuable message by Devika Dhruve which is worth taking into consideration it’s application in ones’ life.
    Siraj Patel “Paguthanvi” Secretary – Gujarati Writers’ Guild UK (Estd:1973)

    Like

Leave a comment