સમજણને…..

સમજણને પણ સમજાવવું પડે તે કેવું? કદાચ સ્ત્રીલિંગ છે એટલે હઠીલી હશે!!

લો, એક નવી ગઝલ. સમજણ વિષે…

સમજણને…..

 

કેટલી યે વાર કીધું, એકલી તું મ્હાલજે.
રાહમાં જો આથડે કંઈ, પ્રેમથી તું ટાળજે.

પણ હઠીલી જાત સ્ત્રીની માને ના ગુમાનિની
ને પછી ખૂણે રડી કહેશે કે તું સંભાળજે.

કાં વીંટે ઈર્ષા સમા વસ્ત્રો નકામા જાત પર,
નગ્ન સમજણ સત્ય છે તું, એકલી વિચારજે..

વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે.

સ્‍હેલી થઈ સરતી રહે આ જીંદગી બસ તુજ થકી,
એકવત્તા એક થઈને એક છે સમજાવજે.

15 thoughts on “સમજણને…..

  1. Congratulations for a nice poem ! I like the following two lines as a real take-home message ! I always look forward to reading such lines or message.

    વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
    પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે.

    What a profound advice ! Paani ane Vaani ne satat galavi or purify karvi e jivanbhar paalavani tev chhe ! I love these two lines,

    Dinesh O. Shah

    Liked by 1 person

  2. પાણી ને વાણી અંહી હર કાળમાં તું ગાળજે

    વરના તેની સજા ભોગવવાની તૈયારી તું રાખજે !

    સાચી વાત ને ?

    Like

  3. લાગે છે કે વાંચનારની નજર આ પર અટકે છે….”વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
    પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે.” સરસ.
    સરયૂ

    Like

  4. વર્તન-Attitudeને લગતી વાતો સહજતાપૂર્વક અા ગઝલમાં કહી છે એ તેનું સૌથી મોટું જમા પાસું છે. અભિનંદન

    Like

  5. મજાની રચના. દેવીબહેનની કવીતાઓને સ્વાગતમ્ !

    દલપતરામનો માનીતો છંદ ?! સહેજસાજ તપાસ માગે છે….

    Like

  6. સમજણને ના પડે સમજ એનું નામ ના સમજ!! મસ્ત મસ્ત મસ્ત..પાણીને અને વાણીને ગાળજે…ક્યાંક દિલ પર ના વાગી જાય!!! સરસ દેવિકા…

    Like

  7. ..વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
    પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે. Very valuable message by Devika Dhruve which is worth taking into consideration it’s application in ones’ life.
    Siraj Patel “Paguthanvi” Secretary – Gujarati Writers’ Guild UK (Estd:1973)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s