દરિયાને થાય….

seawaves

દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય,બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..

મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે,
સઘળું  હો પાસ પણ  ક્યાં ક્યાં જઈ અટકે.
ઉંચેરા વાદળની આંખ છે ધરા પર,
ને ધરતીની વરાળ જાય આભ પર.
સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.

છે મઝધારે રહેવાનું આકરું અકારું,
ને કિનારે  પહોંચ્વાને હામ હું ન હારુ
જો સમંદર,અંદરથી  ફીણ-ફીણ થાતો,
અડકી રેતીને વળી પળમાં વળોટાતો.
‘નથી’તે પામવાની  ઝંખનાએ એને તળિયેથી ઉંચકીને ફેરવ્યો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય,બનું દરિયો.

5 thoughts on “દરિયાને થાય….

Leave a comment