ચહેરો

reflaction

 

 

 

 

રોજ રોજ અરીસામાં
જોવાય છે ચહેરો,
દેખાય છે કાયા.
એ જ આંખ-કાન,
એ જ નાક-ગાલ.
જોવું ગમે છે;
ગમે છે આ માયા.
કેવાં કેવાં વેશ ભજવાય છે?
દીકરી,બહેન,કદીક
પત્ની ને માતા.
કંઈ કેટલાયે સગપણના નાતા,
ને વળી સંબંધોના માળા/જાળાં.
તો યે નજર સામે તો
એક જ મુખારવિંદ.
એ જ આંખ-કાન-નાક.
સઘળું એનું એ જ.
અચાનક…
કંઈક જુદું
સમજાય છે એક દિવસ.
દેખાય છે દર્પણમાં,
ફક્ત મ્હોરું !
અસલી ચહેરો તો….
ખોવાઈ ગયો છે;
શૈશવની સાથે દૂર દૂર..
નિર્દોષતાથી ઘણે દૂર…

6 thoughts on “ચહેરો

 1. દેખાય છે દર્પણમાં,
  ફક્ત મ્હોરું !
  અસલી ચહેરો તો….
  ખોવાઈ ગયો છે;
  સુંદર
  યાદ આવે
  આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,. ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.
  કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,. ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.

  Like

 2. Nicely narrated. I always wondered, it’s too bad the mirror does not show the real you, totally unmasked. Here is my take on a mirror- in my poem,,,,,,,,,,,
  Emotive Reflection…
  A poem by Vijay Joshi

  Sad melancholy was my mirror one day
  why was he this way, it didn’t say.

  it was sulky, restless, ill at ease,
  in a pensive mood so hard to please.

  Made funny faces to make it smile, tried all I could,
  yet I failed to cure the malaise of his foul mood.

  Then suddenly it dawned on me
  why the mirror was angry at me

  a feng shui advisor had me move the it recently,
  to a darker location where it could not see clearly.

  so I moved it back again by the window pane,
  where it could now see outside world again.

  The mirror was happy in its old domain,
  and I had my happy reflection back again.

  Like

 3. વાત સમયની છે, બંદો સમયને લઈને તારી સાથે છે,
  તું ફક્ત ઈશોરો કર તો આ બંદો તારા સરનામે છે,
  લોકોને પણ ખબર પડી ગઈ મારા રહસ્યની,
  મારી બધી હરકતો કરી જે તારા નામે છે,
  તારી આસપાસ ના લોકો હવે પુછે છે મને,
  તમારી આવજાવ આ શેરીમાં કોના કામે છે,
  તું આપે રજા તો જાહેરાત કરી દઉં આપની,
  જે વાત મારા દીલમાં છે અને તને જે ભાવે છે,
  અનિલ તું નક્કી કરી બરાબર સમજી લે જે,
  પ્રેમ ની આ વાત કોન કોને સમજાવે છે,

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s