વાત લાવી છું.

છંદ વિધાનઃ —ષટકલ ૨૨-વિષમ- ( ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા )

********************          ******************* 

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાત સમુ આકાશ લાવી છું.

સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.

હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું. 

પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.

ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

ન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….

 

Advertisements

46 thoughts on “વાત લાવી છું.

 1. Pingback: વાત લાવી છું. (via ) « વિજયનુ ચિંતન જગત

 2. દેવિકા,

  મેં કાલે કોમેન્ટ મુકેલી પણ પોસ્ટ થઈ નથી.

  બહુજ સરસ છે, બહુજ ગમી.

  મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
  પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું..

  આભાર,

  વિનોદ.

  Like

 3. શબ્દોને પાલવડે બાંધી રાખ્યા ’તા…આજે છંદબદ્ધ થયેલા. અર્થસભર, કાવ્યત્વથી ભરપુર શબ્દોને ગઝલના સ્વરૂપમાં માણ્યાનો સંતોષ ને આનંદ !

  ધન્યવાદ.

  Like

 4. સુંદર કલ્પનો અને એવી જ સુંદર માવજતસભર અભિવ્યક્તિ…..
  ત્રીજા શેરમાં લીલું શબ્દ બે વાર લેવાયો એ સરસ લય નિપજાવી ગયો…દેવિકાબેન !
  -અભિનંદન.

  Like

 5. પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
  સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
  khub sundar.

  Like

 6. એક સુંદર લય અને કલ્પનોથી સભર ગઝલ વાંચવાનો અનેરો આનંદ ઉપજ્યો.

  Like

 7. શું મધમીઠા શબ્દો છે ..અહાહા..મજા આવી ગઈ દેવિકાદીદી…

  Like

 8. હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
  ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.

  પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
  સાથે અહીં હું લાગણીના હાર લાવી છું
  I liked the above shers. Very nice.

  Like

 9. હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
  ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.

  ફરફરતુ એક લીલુ લીલુ પણ પણ પાનખરમાં વસંત બનીને લહેરાતુ એવુ કેમ લાગ્યુ?

  Like

 10. સુંદર રચના ..ભાવ અને સૌંદર્ય સરસ રજૂ થયું છે. ..મત્લા-સાની મિસરાને આકાશ લાવી છું .. મળત તો હજુ વધુ ઉઠાવ આપત ..

  Like

 11. હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
  ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું….

  સુંદર કલ્પનોથી સભર ઝરણા માફક લયમાં વહેતી રચના !
  છંદને કારણે સુંદર લય મળ્યો છે.
  અભિનંદન !

  Like

 12. સરસ
  દર વખતની જેમ પ્રભુ તો છેજ
  લાગણી ના હાર લાવી છું
  મસ્ત

  Like

 13. દેવિકાજી,

  નમસ્કાર.

  પુનરાવર્તિત વાંચન છતાંય અતૃપ્ત જ રાખતી આ મનહર રચના હૃદયવીણાના તાર ઝણઝણવી ગઈ. કૃતિના અંતિમ ચરણે આવતાં સુધી રહસ્યમાં અટવાયા કરીએ કે આ વાત, આશ, રાગ, હરિત પાન, લાગણીના હાર કે ભાવભીની આંખ કવયિત્રી લાવે છે કોના માટે! અંતે ‘પ્રભુ’ શબ્દે રહસ્ય છતું થાય કે એ સઘળું તો પ્રભુ માટે જ અને એ પણ વિવિધ પ્રકારના પ્રસાદો હોય તેમ જ! અંતિમ કડીમાંનો અંતિમ પ્રસાદ તો અતિ મુલ્યવાન! કોમળ ભાવયુક્ત ભક્તિગાન! એક વાર નહિ, પણ સો વાર; એટલે કે વારંવાર! ભાઈશ્રી સુરેશ જાનીના પ્રતિભાવમાંના શબ્દ ‘માનસપૂજા’ ની જેમ જ આ ‘મૂક ભક્તિગાન’, બંધ હોઠનું ગાન, બાવન અક્ષર બહારનું ગાન! આ ગાન મનમાં જ અભિવ્યક્ત થાય અને નમન પણ મનોમન જ થાય;બાહ્ય ચેષ્ટાત્મક તો નહિ જ, નહિ!

  મારા પ્રતિભાવના સમાપને કૃતિની સમાપનપંક્તિઓને હું ગણગણ્યા વગર નહિ રહી શકું કે “મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં;પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું”

  ધન્યવાદ, સંપૂર્ણતયા પરિપક્વ અને ભાવવાહી સર્જન બદલ.

  સ્નેહાધીન,

  વલીભાઈ

  નોંધ:-

  કૃતિનું અવલોકન મારું પોતીકું છે, કદાચ ખુદ કવયિત્રી કે અન્ય વાંચકોની માન્યતાઓ આનાથી ભિન્ન પણ હોઈ શકે.

  Like

 14. શ્રી. વલીભાઇએ જે પ્રતિભાવ લખ્યો છે તે ખરેખર ઓથેન્ટીક પ્રતિભાવ છે.એક એક શબ્દ વાંચી, સમજી,એના હાર્દ સુધી પહોંચી, પછી એના અંગોનું ડીસેક્શન કરીને લખાય ત્યારે જ સાચો પ્રતિભાવ બને. અમારા જેવા છંદ, લય કશુંજ ન સમજતા તમને સારુ લગાડવા ‘સરસ’, ‘વાહ..વાહ;,’ક્યાખુબ’ એવું લખે એ બધા પ્રતિભાવો નથી. એનો કોઇ અર્થ પણ નથી. એ તો સંબંધનો શીષ્ટાચાર માત્ર છે. શ્રી. વલીભાઇ, વિવેક ટેલર, કે એવા જ અન્ય સક્ષમ સર્જકોના સશક્ત પ્રતિભાવો વાંચ્યા પછી, મને લાગે છે કે મારે અન-અધિક્રુત ઔપચારિક પ્રતિભાવો લખીને વેબપેજની જગ્યા બગાડવાનું સુક્ષ્મ ‘પાપ’ કરવાનું બંધ કરવું જોઇએ.
  નવીન બેન્કર
  ૨૯ ઓગસ્ટ ૨૦૧૧

  Like

 15. Devika
  You are going towards Ravindra Nath Tagor Gitanjli style poetry. This poetry I believe is written for God and last 2 line summarise all.

  Very nice to read again and agian. Keep it up
  Kamlesh Vakil

  Like

 16. નવીનભાઈ,

  કુશળ હશો. મિતાક્ષરી પ્રતિભાવને ‘પાપ’ સમજવાનું પાપ ન કરી બેસતા! ‘સરસ’, ‘વાહ..વાહ;,’ક્યાખુબ’ કહેવું એ તો ગઝલકારને અને ગઝલને દાદ આપવાની આચારસંહિતા છે. મુશાયરામાં રંગત લાવવા અને શાયરને પ્રોત્સાહન આપવા પ્રત્યક્ષ દાદ આપવી જરૂરી છે; બસ, તેમ જ બ્લોગરની રચનાને બ્લોગ ઉપર મુકાયા પછી બિરદાવવી જરૂરી બની જાય છે કે જેથી આગામી નવીન સર્જનો માટે સર્જકને પ્રેરણા મળી રહે. વિવેચન એ પણ એક સાહિત્યપ્રકાર છે. અન્ય સાહિત્યપ્રકારોની જેમ અહીં પણ અભ્યાસ અને કથનકૌશલ્ય જરૂરી બની જાય છે.

  સ્નેહાધીન,
  વલીભાઈ

  Like

 17. ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
  સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
  મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
  પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….
  Wah…Khub j fine gazal chhe Devikaji..

  Like

 18. Vaat lavi chhu ane nani potri e didhela padkar ni gazal vadal par farya both are very good.
  Devikaben, shabda rachna mate classes levanu vicharta chho?
  khub khub abhar

  Like

 19. Bhaavoni સુંદર Abhivyakti…

  ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
  સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

  Like

 20. પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
  સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
  Devikaben,
  Very nice Rachana !
  I just chose the above lines…..Prem///Laganio told very nicely in words !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you for a New Post on my Blog !

  Like

 21. હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
  ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
  પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
  સાથે અહીં હું લાગણીના હાર લાવી છું……

  ખુબ જ સરસ રચના …આ બે શેર તો ખુબ જ ગમ્યા…. અભિનંદન

  Like

 22. મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
  પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું.. I LIKE THIS

  Like

 23. સુંદર, સુમધુર, મનભાવન ગઝલ. બધા જ શેર ભક્તિભાવ અને સમર્પણભાવ થી ભરપુર. અભિનંદન,દેવિકાબેન આવી સરસ ગઝલ આપવા બદલ.

  Like

 24. aatli sundar rachna joine hve amne to rachna muktaj dar lagshe,bahu mja aavi badhi j gajal mast che……..ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
  સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

  Like

 25. પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
  સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
  સુંદર અભિવ્કતિ સહ સુંદર ગઝલની ગુંથણી.
  ઉપરોકત શેર મનભાવક છે.

  Like

 26. આદરણીય દેવિકાબહેન

  આપ શબ્દોનાજ નહિ પણ લાગણી ને વ્યક્ત કરવાના પણ જાદુગર લાગો છો. ખરેખર સુંદર ગઝલ . મનભાવન, લાગણીભીની અને કલ્પન્સભર અભિવ્યક્તિ

  ખુબ ખુબ આભાર .

  બકુલ શાહ

  Like

 27. speechless .. ! એક એક શબ્દ હૈયાના ઉંડાણ સુધી ઉતરી ગયો..!! અભિનંદન કહેવા માટે કોઇ બીજો શબ્દ પણ સુઝતો નથી..!! ઃ))

  Like

 28. Pingback: (268) દેવિકા ધ્રુવની ગઝલ ‘વાત લાવીછું’ ઉપરનો મારો પ્રતિભાવ « William’s Tales (Bilingual)

 29. Pingback: (268) દેવિકા ધ્રુવની ગઝલ ‘વાત લાવીછું’ ઉપરનો મારો પ્રતિભાવ « William’s Tales (Bilingual)

 30. ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
  સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

  Bahuj saras.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s