મુક્તક-૯

  • બાંધી મુઠી તો લાખની,
    ખુલ્યાં પછી છે રાખની,
    પૂછો નહી ક્યાં ક્યાં બધી,
    જ્વાળા ફરી છે આગની.
  • સંધ્યા પછીની રાતની,
    અંધાર ઘેરી યાદની,
    ભીંતે ચઢી, છત પર મઢી,
    વાતો મીંચેલી આંખની.

  • ફફડાવી ઉડતી પાંખની,
    પીડા શમે છે જાતની,
    પૂછો નહી,ક્યાંથી મળી,
    તાકાત આ અંદાજની.
      

  • ક્ષણ ક્ષણ મહીં છે આપની,
    કૃપા કહું અહોભાવથી,
    ખુદા પ્રભુ કે હો ઈસુ,
    ખુલે બધી નામાવલિ..

  • રસ્તે ઉતાર ચડાવ છે,
    લાગે હવે મુકામ છે,
    જાણો પછી ઉદાસ થઇ,
    આ તો જરા પડાવ છે.

12 thoughts on “મુક્તક-૯

  1. દેવિકા,

    સરસ લખ્યું છે.

    “ક્ષણ ક્ષણ મહીં છે આપની,
    કૃપા કહું અહોભાવથી,
    ખુદા પ્રભુ કે હો ઈસુ,
    ખુલે બધી નામાવલિ”.

    આભાર,

    વિનોદ.

    Like

  2. બાંધી મુઠી તો લાખની,
    ખુલ્યાં પછી છે રાખની,

    “બાંધી મુઠી લાખની”
    તો લાખ વાર સાંભળ્યુ પણ સાથે
    “ખુલ્યા પછી રાખની”નો પ્રાસ તો દેવિકાબહેન જ મુકી શકે.

    Like

Leave a comment