ગુજરાત છે

 

   

 

 

 

 

વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
પાણી દેશે દેશનું પણ ગૌરવ, આ ગુજરાત છે. 

પૂર્વ પશ્ચિમ વિશ્વને ખૂણે વસતા ભાઇ ભાઇ પણ,
વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે.
 
મુનશીની અસ્મિતા છે, પાટણની પ્રભૂતા ય છે,
સત્યના ચરખાના ઝળહળ દીવડા ગુજરાત છે.
 
થઇ ગયા છે ગાંધી અહીં ને થયા લોખંડી વીર એ,
ઇતિહાસને બદલી રહ્યાં મોદી ખડા ગુજરાત છે.
 
વર્ષ સ્વર્ણિમ ભાવની ગૂંજે કથા સૌ શહેર શે’ર,
સ્વર્ગથી ઊતરી પ્રભુ, તુ જો અહીં, આ ગુજરાત છે.

 

15 thoughts on “ગુજરાત છે

  1. થઇ ગયા છે ગાંધી અહીં ને થયા લોખંડી વીર એ,
    ઇતિહાસને બદલી રહ્યાં મોદી ખડા ગુજરાત છે.
    વર્ષ સ્વર્ણિમ ભાવની ગૂંજે કથા સૌ શહેર શે’ર,
    સ્વર્ગથી ઊતરી પ્રભુ, તુ જો અહીં, આ ગુજરાત છે.
    Khub sundar abhivyakti..gamyu.

    Like

  2. વાણી મારી ગુજરાતી ને ભૂમિ આ ગુજરાત છે.
    પાણી દેશે દેશનું પણ ગૌરવ, મા ગુજરાત છે.

    હા ગુજરાત પ્રત્યે મને પણ બહુ જ soft corner છે કદાચ એમ કહુ તો ચાલશે કે મારી નબળાઈ છે. ગુજરાતનું અને ખાસ અમદાવાદનું નામ સાંભળું ત્યારે એમ થાય કે બે જોડી કપડા નાંખુ અને ઉપડી જાવ..

    Like

  3. વાણી મારી ગુજરાતી ને ભૂમિ આ ગુજરાત છે.
    પાણી દેશે દેશનું પણ ગૌરવ, મા ગુજરાત છે.

    પૂર્વ પશ્ચિમ વિશ્વને ખૂણે વસ્તા ભાઇ ભાઇ પણ,
    વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે.

    ગુજરાતી સાથે ગુજરાતનો હોવાનો ગર્વ છે. ભલે વશુ છું ઈંગ્લેન્ડમાં !

    Like

Leave a reply to vilas bhonde જવાબ રદ કરો