અગર જો…..

 

પૂછે છે રાધા,પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
          અગર જો રાધા, હોત જરા શ્યામ,
          સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, ધીરેથી કાનમાં,
           અગર જો હોત ના ગાયો ને ગોપી,
           તો મથુરામાં વાસ કરી, ખેલત તુ હોળી ?

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, હળવેથી કાનમાં,
            અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં,
           વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના ?

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, સ્નેહેથી કાનમાં,
           અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ,
           સાચુકડું કે’જે, શું રાખત તું શિર પર ?

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
          અગર જો રાધા હોત જરા શ્યામ,
          સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?

18 thoughts on “અગર જો…..

  1. શ્રી રાસેશ્વરી રાધારાણી, ગૌરી (ગાય), ગોપી, વાંસળી અને મયૂરપિચ્છ એ તો સદાય રાજરાજેશ્વર શ્રીકૃષ્ણની પરમ પાલખી ઊપાડનારાં પરિબળો રહ્યાં છે !

    Like

  2. ભગવાન શ્રીકૃષ્ણ તેમના ગૌલોકમાંથી ભૌતિક જગતમાં અવતાર ધારણ કરે છે અને પછી દિવ્ય રમણીય લીલાઓ વિસ્તારીને તેઓ બદ્ધજીવોને આકર્ષવાની યુકિત આદરે છે. કૃષ્ણની દિવ્ય લીલાઓનું કથાગાન, શ્રવણકીર્તન, સ્મરણ કરીને ભૌતિક જગતના બદ્ધજીવો તેમનાં વર્તમાન દુ:ખોમાંથી ખરેખર નિવૃત્ત થાય છે. પછી તેઓ કૃષ્ણની શરણાગતિ લઈને ભકિતયોગમાં પરોવાઈ જવાની તાલાવેલીનો વ્યવહારુ અનુભવ પણ કરે છે.

    આ મધુર ભાવવાળા મધુરા ગીતથી આનંદ

    Like

  3. તો, કાનો કહે>>>>

    રાધા શ્યામ હોય કે ના, મને તો મારી રાધા ગમે !

    ના મથુરામાં એકલો રહું જો ના મળે મારી ગોપીઓ કે ગાયો,

    ના વાંસળીએ છિદ્રો, તો છિદ્રો પાડી મુકું મારા સૂરો,

    હોય મોરપીંછ પીળું તો પણ રહે મુજને વ્હાલું !

    સાચુ કહું રાધા, આ કાન છે જીવવું બને અઘરૂં ,

    યાદ છે છોડી હતી લક્ષ્મી, અને અનેક રાણી,

    શાને સતાવે કાનોમાં કહી, ઓ મારી પ્યારી !

    >>>>ચંદ્રવદન
    Devikaben…Nice Post !
    Please accept my “kana Response “!
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Devikaben Missing your visits to Chandrapukar…Hope to see you SOON….and may you REVISIT my Blog too !

    Like

  4. ગીત ગમ્યું. પીળા પીંછાને હું ‘પીતપીંછ’ કહું છું. આ શબ્દ મને મારા મિત્ર HG (હીઝ ગ્રેસ) સચ્ચીદાનંદ પ્રભુજી (સચીન દેસાઈ) ની શ્રી કૃષ્ણ ભજનો અને ચાન્ટીંગની સીડીમાંના ઈન્સર્ટ પરનાં બહુરંગી આકર્ષક ચિત્રો જોતાં સ્ફૂર્યો, અને પ્રભુજીને ફોન પર એ જણાવ્યો. ‘પીતપીંછ’ અને આ ગીત વિશે કૃષ્ણ કૃપાથી http://www.girishparikh.wordpress.com બ્લોગ પર લખીશ. મારું એક કૃષ્ણ ગીત પણ પોસ્ટ કરીશ. બ્લોગની મુલાકાત લેતા રહેવાની વિનંતી.

    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

    Like

  5. દેવીકાબેન …નમસ્કાર… ઘણા વખત પછી આપની રચના માણવા મળી… અને ઘણી જ સુંદર છે… વિવિધ વિચારો અને રાધા-શ્યામના સંવાદો હવે પછીના કેવા હશે…તે વિચારીને રાહ જોવુ છું…આવવાદો જલ્દી…

    Like

  6. પૂછે છે રાધા,પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
    અગર જો રાધા, હોત જરા શ્યામ,
    સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?

    Just wonderful,an excellent poetic KALPANAA.I like you playing over the word SHAYAAM in different contex
    It would be nice if you could add few more lines RAADHAA questining SHAYAAM on other imaginative interesting subjects.

    Congratulations-
    “Siraj Patel Paguthanvi”
    Gujarati Writers’Guild-UK(Estd:1973)

    Like

  7. પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
    અગર જો રાધા હોત જરા શ્યામ,
    સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?

    ખુબજ સુંદર રચના.

    અભિનંદન

    દાદીમાની પોટલી
    das.desais.net

    Like

Leave a reply to girishparikh જવાબ રદ કરો