હૂંફાવી ગયું કોઇ


પાંપણ વચાળે પૂરાતી પ્રેમથી, નિંદરને કાલે,
નસાડી ગયું કોઇ,

ગુમાની મનડાને  ઝીણા-શા જ્વરથી, ધીરેથી કાલે,
હૂંફાવી ગયું કોઇ.

વિચારના  આગળાને માર્યાં’તા તાળા,સાંકળ રુદિયાની,
ખોલાવી ગયું કોઇ.

ટશરો ફૂટે ને છૂટે શરમના શેરડા,ગુલાલ ગાલે,
છંટાવી ગયું કોઇ.

દોરડી વિનાનુ આ ખેંચાણ મીઠું, કાં જાણેઅજાણે;
બંધાવી ગયું કોઇ.

અંદરથી એક સખી આવીને બહાર કહે,ભીતરને ધીરે
હલાવી ગયું કોઇ.

કહેવાય નહિ ને રહેવાય નહિ, એક ઉંચેરા ઝુલણે,
ઝુલાવી ગયું કોઇ.

ઉજાગરા વેઠીને નીરખે મન-દર્પણ,પ્રતિબિંબ નિજનું
બતાવી ગયું કોઇ.

 

30 thoughts on “હૂંફાવી ગયું કોઇ

  1. પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

    Like

  2. hi
    thnx a lot 4 the stuff u sent.allow me 2 intro. myself 1st. BAKULESH DESAI, 63, FROM SURAT, GUJ. RETIED TEACHR. WITH 02 BOKS OF POEMS IN GUJ 2 MY CREDIT. WRITING SINCE 1975…TAKIN INTRE4ST IN DISCUSSING POEMS WITH NEWLY JUST STARTED POETS. HAVIN POSITIV & CONSTRUC. APROACH. PLZ TELL ME MORE ON U. U HAVE GOOD VOCABULARY, RICH HEART WITH FEELINGS. . bakulesh
    i regret my inability 2 type in guj fonts

    Like

  3. સરસ અભિવ્યક્તિ અને સ્ત્રી સહજ સંવેદનાઓથી નિતરતી રચના થઈ છે.
    એક અંતિમ પંક્તિમાં ઉજાગર(ફેર વિચારણા માગે) પણ જો ટાઈપિંગ એરર જ હોય (ઉજાગરાને બદલે…!)તો બરોબર…..
    અને હા…!
    તમારો ઑડીયો પ્રયોગ પણ ગમ્યો- અભિનંદન.
    મારા બ્લોગ http://www.drmahesh.rawal.us પર HOME ABOUT ની બાજુમાં SHABDASWAR પર ક્લિક કરશો.
    ત્યાં “મારી ગઝલ મારો અવાજ” રજુ થશે.
    પ્રતિભાવ પણ ત્યાં જ પોસ્ટ કરી શકાશે………
    આભાર.

    Like

  4. દેવીકાબેન…ખુબ જ સરસ અભિવ્યક્તી… સરસ શબ્દ નિરુપણ … દોરડી વિનાનુ આ ખેંચાણ મીઠું, કાં જાણે અજાણે… બંધાવી ગયું કોઇ …ખુબ જ સુંદર શબ્દો… વાહ વાહ

    Like

  5. આપના ચૂંટીચૂંટીને મૂકાતાં વિધવિધ કવનો તો જીવનબાગના સુંદર, સંગીતમય અને અર્થસૂચક રોપડાં સમા ભાસે છે.એ કવનોને રોપેરોપે ફૂટતું કૂંપળિયું, બેસતી કળી કે ઊઘડતું ફૂલ તેનાં દરેક પગથિયે આનંદની ખંજરી બજાવે છે.પાંદડે પાંદડે ખીલતા રંગો નિરીક્ષકોને મંત્રમુગ્ધ બનાવે છે તેમજ માનસ ઉપર પ્રફુલ્લતા વરસાવે છે.”હૂંફાવી ગયું કોઈ” કવિતામાં લજામણીને હૂંફાળો સ્પર્શ પ્રદાન કરી આપે ગેરૂવા રંગની સુરખિથી એની મુખમુદ્રા ભરી દીધી. જાણે ગાલે ગુલાબનો ગુલશન ફાલી નીકળ્યો..

    Like

  6. સુંદર ભાવ-ગીત. નસાડી ગયું, હૂંફાવી ગયું, ખોલાવી ગયું …. એમાં હવે કહી દે ને ભઇ ! … કઠે છે. બકુલેશભાઈના વિચારો પ્રમાણે ગીતના બંધારણમાં થોડો સુધાર કરો તો ગીતનો નિખાર હજુ ઓર થાય.

    Like

  7. અંદરથી એક સખી આવીને બહાર કહે,ભીતરને ધીરે
    હલાવી ગયું કોઇ.

    પરંતુ હું કહું છું;
    યુ એસ થી એક સખી શોધીને મને કહે,
    યાદોનાં વૃક્ષને હલાવી ગયું કોઈ.

    ખુબ ખુબ જ ગમી તારી આ રચના!
    નયના

    Like

Leave a comment