ત્વમેવ સર્વમ

એક  અગદ્યાપદ્ય :

 

ત્વમેવ સર્વમ્
god.jpg   
               

તું  અપરોક્ષ પણે  નિશદિન સર્વત્ર સ્પર્શે છે,

તું જ અદ્રશ્ય રહીને પણ સર્વત્ર દ્રષ્ટિમાન છે,

સૂરજ- ચાંદ -સિતારા નીકળે  છે ક્યાંથી ?

તારા જ રૂપના એ પર્યાય છે.

ક્ષણેક્ષણને એક્ઠી કરી યુગ રચે છે કોણ ?

તારા જ આકારનો એ આવિષ્કાર છે;

ઋતુઓ અને રંગો વિધવિધ બદલે છે કોણ ?

તારી જ પીંછીની એ કરામત છે.

વસંત પાનખરની રમત રમે છે કોણ ?

તારી જ  કલાની એ લીલા છે.

જીવન-મૃત્યુની દોર,અરે એની વચ્ચેના

જીવન પટને વહાવે છે કોણ ?

તારી જ જાદુગરીનો  એ ખેલ છે,

કઠપૂતળીઓ બનાવી સૌને નચાવે છે કોણ ?

તારા જ દિગ્દર્શનની આ જમાવટ છે.

ભવ્ય રંગમંચના ઓ રચનારા,

નેપથ્યમાંથી સાકાર બહાર આવશે કદી ?

” અહમ્ અસ્મિ ” કહી દર્શન દેશે કદી ?

16 thoughts on “ત્વમેવ સર્વમ

Leave a comment