પાણી

અમદાવાદની કાળઝાળ ગરમીની કહાણી,
ને હ્યુસ્ટનના ઘોડાપૂર ધસમસતા પાણી.

પૂરવ ને પશ્ચિમ બેઉ રડતા સાથસાથે,
ને આંસુડા લૂછીને પૂછતા સામસામે,
કુદરતી કરિશ્માને કોણ લાવે તાણી?
બોલો ફરિશ્તા, દઈ ગેબી કોઈ વાણી.
અમદાવાદની કાળઝાળ ગરમીની કહાણી
ને હ્યુસ્ટનના ઘોડાપૂર ધસમસતા પાણી.

ભૂકંપના આંચકા તો હજી યે વાગે,
ભૂલ્યાં ભૂલાય ત્યાં તો નવું કંઈક જાગે.
દ્વન્દ્વોના યુધ્ધોમાં ખેંચાતી દૂનિયાએ,
શોધ્યું ઘણું ને ઘણું જાણ્યું વિજ્ઞાને,
પણ નાની શી વાત, ના કોઈએ આ જાણી
સમયના અશ્વોને નાથવાનું કોનામાં પાણી?

અમદાવાદની કાળઝાળ ગરમીની કહાણી
ને હ્યુસ્ટનના ઘોડાપૂર ધસમસતા પાણી.

 

17 thoughts on “પાણી

  1. શોધ્યું ઘણું ને ઘણું જાણ્યું વિજ્ઞાને, સમયના અશ્વોને નાથવાનું કોનામાં પાણી. KHUBAJ SUNDER RACHNA.
    kUDARAT NI KARISHMA. We wish to have many more such KAHANI NI LAHANI.

    Liked by 1 person

  2. પણ નાની શી વાત, ના કોઈએ આ જાણી
    સમયના અશ્વોને નાથવાનું કોનામાં પાણી?

    પાણી તો ઘણાંમાં છે, પણ કોઈને પોતાની સગવડમાં કાપ મૂકવો નથી. Earth warming નું આ જ કારણ છે.

    Liked by 1 person

Leave a comment