કુદરત

View Image

ધરતી લીલી સાહેલી ને સૂરજ તો જગ સાજન,

                કોમળ કૂણો તડકો વીંટે અંગ અંગ મનભાવન.

નૂતન ફૂટતી કળીઓ આણે મનમાં થનગન ફાગણ,

                    વાયુ લાવે સંદેશાઓ વાદળ જાણે વ્હાલમ.

 ઉંચા અદકા પરવત ભરતા ચિંતનની કો’ ગાગર,

                તળિયે ખળખળ વ્હેતા ઝરણાં લાગે પગના ઝાંઝર.

નીર નદીના નિર્મલ રાખે અંતરતલને પાવન,

                        પંખી મધુરા ગીતો ગાતાં તરુવર જાણે પાગલ.

તેજ સમેટી સૂર્ય સૂવાડે દઈને  શ્યામલ ચાદર,

                   પરમ શાંતિ શિર પર જ્યારે ટમકે ટમટમ તારક.

ચાંદ રેશમી રાતની સાથે કરતો સરતા કામણ,

                     આભ ઝળુંબી ચૂમે ધરાને, દરપણ જાણે સાગર.

મૌન કુદરત કહે શબદને; નિયતિ છે આવન-જાવન,

                      રૌદ્ર-રમ્ય, કરાલ કોમલ, સઘળું ઝીલશે માનવ?.

12 thoughts on “કુદરત

  1. ઉંચા અદકા પરવત ભરતા ચિંતનની કો’ ગાગર,

    તળિયે ખળખળ વ્હેતા ઝરણાં લાગે પગના ઝાંઝર.

    ખુબ સુંદર દેવિકાજીની રચના વિચારસભર અનુભૂતિસભર પ્રકૃતિમાંની પ્રેરણા મળે છે..

    Like

  2. Excellent creation once again on “Nature” especially loved last four lines. Imagination of Love in Nature, (or by Nature) – Moon playing with Night, Sky kissing Earth and Sea as a mirror – beautiful!
    Last two lines on “Maun” telling “Shabad” to listen
    are quite enchanting too.
    These sentiments can be conceived by only a high quality thinking mind. Keep on creating such gems.

    Like

  3. I was not getting sleep. I read this wondeful poem. Feel I was in Banf, Candaian rocky on a day that was clear sunny,and night was clear too. Banf river was flowing and reminded me of Lake Luice having glacier in back.

    In short very plesant description of nature that make you feel very light and helps to get good sleep.
    Good night and thanks for writing such beautiful poem that brings happiness and peace.

    Like

Leave a comment