સ્વાગત

 

 

 

 

 

સહ્રદયી વાંચક મિત્રો,

“શબ્દોને પાલવડે” પર આપનું હાર્દિક સ્વાગત છે.
નિજાનંદે મસ્તી જેવો મારો આ પ્રયાસ જે સ્વરુપે રજૂ થાય છે,તે રુપના સર્જનમાં,પરોક્ષ કે અપરોક્ષ રીતે ફાળો આપ્યો છે તે સૌની હું ઋણી છુ.
આશા છે આમાં રહેલી ક્ષતિઓને સમભાવે નિભાવી/સુધારી લઈ પ્રોત્સાહિત કરશો.
સ્નેહાળ સુચનો અવશ્ય આવકાર્ય છે.

અસ્તુ.

34 ટિપ્પણીઓ

34 thoughts on “સ્વાગત

  1. તે સરસ્વતિની વીણા બની ઞણહણી ઉઠી. ઉષાની લાલિમા તો સંધ્યાની કાલીમા બની છવાઇ રહી. નવોઢાની લજજા તો શિશુની નીરદોશતા બની છાઇ રહી.ઓ પ્રિયતમ! મારી લેખની તો બસ તારા જ રંગે રંગાઇ રહિ. વિષેષ મારાં બ્લોગ પર = http://paresh08.blogspot.com/

    Like

  2. પ્રિય દેવિકાબેન,

    તમે મારાં બ્લોગમાં આવ્યા મને ઉત્સાહીત કરી તે બદલ આભાર.દેવિકાબેન લખવાનો મને પણ શોખ બચપણથી પણ વચ્ચે ક્યાંક શ્બ્દો એવાં ખોવાયા!પછી મેં વિચાર્યુ કે શબ્દો મારાં મિત્રો છે, એટલે ચાર મહિનાથી બ્લોગ આરંભ કર્યો.હવે બસ ભગવાન કલમમાં તાકાત આપે એવી પ્રાર્થના.તમારો બ્લોગ ઘણો સુંદર છે.તમારી રચનાઓ આગવી છે.

    સપના

    Like

  3. દેવિકાબેન,
    આપની શબ્દારંભે અક્ષ્ર એક, ની બધી જ રચનાઓ ગમી,
    બાકી રહેલી એક કૃતિ હું અહીં મૂકુ છું.આપ વધાવશો એજ આશા સહ,
    ઘનશ્યામ વઘાસીયા ના પ્રણામ.
    “થ” નો થડકાર ;-
    થરના થર થંભે
    થાપણદારના થડે,
    થનગને થડો થાપણદારનો
    થાપણની થપ્પી થકી;
    થોકબંધ થપ્પીની થોકડી
    થીજે થેલીએ થાપણદારની,
    થોભી થેલી થાપણની
    થાંભલે થંભે થાપણદાર.
    થોડાબોલા થાપણદારનો થડકાર
    થરથર થથરે થાનેદારથી,
    થાપણ થાપે થાપણઠેકે
    થોકબંધ થપ્પી થકી.
    *ઘનશ્યામ વઘાસીયા
    ૧૬.૦૯.૨૦૧૦,ગુરુવાર,૦૯.૦૦ રાત્રિ.

    Like

  4. Hi,
    Thanks a lot for the Dr. Shyamal’s poem.
    Someting for you

    “Walking on the path
    Many fellow travelers pass by
    Some are in hurry, some are worried
    Some nod, some smile,
    Some stop in a stride to say hello
    Very few notice the face across
    Very few pay attention to
    Your plight
    And, very rarely
    Somebody stops and says
    May I help you?”

    With warm regards and once again thank you very much

    Sur

    Like

Leave a comment