શત શત શગ શમાની શોભા,
શબનમ શતદલની શોભા.
શમણાઓ શૈશવની શાન,
શીતલતા શીકરોની શોભા.
શીલ,શરમ શીલવાનની શોભા,
શમીપૂજન શબરીની શોભા.
શબદ શાણો શૂન્યની શાન,
શુધ્ધ શૈલી શબ્દોની શોભા….
શૃંગ શૃંગ શિખરની શોભા,
શંખનાદ શૂરવીરની શોભા.
શોણિતભીની શહીદોની શાન,
શાલીનતા શહેનશાહની શોભા.
શુભ્રતા શરદેન્દુની શોભા,
શુચિ-શર્વાણી શંભુની શોભા,
શકુંતશોર શારદાની શાન,
શસ્ય શ્યામલા શત શત શોભા…..
—————————————————
શગ=દીવાની જ્યોત; શમા=મીણબત્તી,દીવો
શકુંત=મોર; શસ્યશ્યામલા=ભારતમાતાનું વિશેષણ.
———————————————————————–