સંગ્રહ

મુક્તક-૨૬

સંજોગને આ દોરડે ફરતા ભમરડાઓ છીએ.

ને સૌ સમયની ધાર પર ઘૂમતા ચકરડાઓ છીએ.

છો ને દિમાગ આ સારું કે ખોટું વિચારે રોજ અહીં.

પણ સાચું તો એ છે, કે સૌ દિલના છબરડાઓ છીએ.

બાળપણની દોસ્તની વિદાય…

 

 

 

 

 

 

સમાચાર તારા મળ્યા ત્યારથી, બહુ અજંપો થયો છે.
સતત તો નોતો સંપર્ક છતાં, બહુ બળાપો થયો છે.

હતું એક બંધન બચપણથી પાકું હ્રદયનું પરસ્પર,
નથી તું વિસરાતી કે વાતો યે તારી
, બહુ ઝુરાપો થયો છે.

અજંપો,બળાપો, ગમે તે કહું પણ હકીકત તો એ છે,
કદી નહીં મળાશે, વિચારી વિચારી,પસ્તાવો થયો છે.

 

 સપ્ટે.૨૭, ૨૦૧૯

 

મુક્તક-નં.૨૫

 

બહુ જ વખત થયો, હાથે લખ્યો કાગળ નથી મળ્યો.

સિવાય ફેઈસબૂક, ચહેરો નજર આગળ નથી મળ્યો.

એક  જ ક્લીકની પાસે, તોયે સૌનું સઘળું  દૂર, સુદૂર.

અંધાર નથી, પણ ઉજાસ પછી ઝળહળ નથી મળ્યો.

મુક્તક-૨૪

પીડા તો સાવ પોતીકી ને વેદનાને છું વ્હાલી.

ભાંગવા જાઉં કોઈની ત્યાં, મારા જ ઘરમાં મ્હાલી!

છાની છે વાત જરા જોજો, બીજાંને ના કહેતાં,

કહી દીધી થોડી એમ જ મેં, પીધી’તી એક પ્યાલી.

મુક્તક..-૨૩

જીંદગીની દોડમાં પાઠો અધૂરા રહી ગયાં.
ના ‘ફરેબ’ શીખી શક્યા ને દિલ અટૂલા રહી ગયાં.
કેટલાં દોસ્તો હતાં ને સાવ સૌ માસુમ હતાં.
આજ ખુદ તસ્વીરમાં ચહેરા મધૂરા રહી ગયાં.

 

 

 બાળપણમાં ચાહ્યું જેવું, તેવું ત્યારે  હસી લીધું.
ને ગમે ત્યારે ને ત્યાં, મન જોઈને બહુ રડી લીધું.
પણ હવે રોવા ને હસવામાં વિનય બહુ જોઈએ!
આ સમયની ચાલ સમજી દિલ મોટું કરી લીધું.

 

ઘણું સમજાવ્યું આંસુડાને એકાંતે તમે આવો.
મજાકો થાય મહેફિલે, 
કહો શાને તમે આવો?
‘પડો છો ભીડમાં પણ એકલા, તેથી તો આવું છું!
નિભાવું સાથ એ રીતે, છો નિરાંતે તમે આવો.’