ખૂબ ઝડપથી મકાનો બંધાય છે.
મોટી મોટી ઈમારતો બની જાય છે..
પછી એમાં બહુ જલ્દી તડ પડી જાય છે.
વળી એની ઉપર ચૂના, માટીના લપેડા થાય છે.
ઝટપટ થતાં સંબંધોની ઈમારતોમાં પણ
એમ જ..આજકાલ
ગાબડાં પડી જાય છે, દિવાલો રચાય છે.
ભેળસેળના આ જમાનામાં,
અસલીયત ક્યાં શોધવી ?
મજબૂત તત્ત્વ ક્યાં મળે?
‘કોપી ફોર્વર્ડ’માં વ્યસ્ત આ દૂનિયામાં
અસલી કવિતા, ખરું સત્ત્વ ક્યાં મળે?
મળે?