રોજ રોજ જોઈ એમ થાય..

વીજળીના તાર પર કતારબંધ બેઠેલા પંખીઓને રોજ રોજ જોઈ એમ થાય
ઊડઊડતી પાંખને અદબભેર ગોઠવી સંપીલા ઈશારા આમ થાય?


ન વાચા,ન વાણી,ન કર્મોની કહાની,
ન જર,જમીન કે જોરુની ગુલામી.
ઝાડ-પાન, ફળ-ફૂલ,ડાળ શહેનશાહી.
મુક્તિનું આ બંધન કે બંધનની છે મુક્તિ,સવાલ એમ થાય.
તાર પર કતારબંધ બેઠેલા પંખીને રોજ રોજ જોઈ એમ થાય.

એક લાવે ચોખાનો ને,બીજો લાવે દાળનો દાણો,
ઘાસ-ફૂસ,પીંછા,ને સળીઓથી, સજ્જ કરે માળો.
ચાંચમાં ચાંચ રાખી બાંધતા એ પ્રેમ તણો નાતો.
મીઠા કલશોરના પડઘાથી રોજ સાંજ જંપી જંપીને દૂર જાય,
આભમાં આ હારબંધ સાથ સાથ ઉડતા સૌ પંખીને જોઈ એમ થાય,


દિલ-દિમાગ, વાણીની ભેટ તો યે, માનવીથી આવું  ન કેમ થાય?
વીજળીના તાર પર કતારબંધ બેઠેલા પંખીઓને રોજ રોજ જોઈ એમ થાય….

One thought on “રોજ રોજ જોઈ એમ થાય..

  1. આ બધી ઉપાધી દિમાગને લીધે જ છે ને? પક્ષીઓને ફક્ત દિલ એટલે કશી ચિંતા જનહીં. સરસ લખાણ છે દેવિકાબહેન.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s