વીંધાતી વાંસળી

કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!
બોર મીઠાં ચૂંટવાને શબરીની આંગળી, કાંટાથી કેવી ટિચાઈ હશે
!

વેદના, સંવેદના, વ્યથા ને ચિંતા,

આફત,અડચણ તકલીફ ને પીડા,

લાગણીની સઘળી આ ફૂંક ને ચૂંક

રૂપાળા વિશ્વમાં વિષમતા આવી, સર્વત્ર શાને લીંપાઈ હશે ?!!!
કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર એ વીંધાઈ હશે!


પથરો, કોલસો, હીરો કે કાંકરો

તાંબું, સોનું, રૂપું કે રત્નો

ઘસાય, તપાય, કેવાં તે કષ્ટો,

અત્તર થઈ મહેકવા, જાતને જાળવતી પાંદડી પણ કેટલી પીસાઈ હશે!
કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!

9 thoughts on “વીંધાતી વાંસળી

  1. જાણે મારું જીવન ચિત્ર જોઇ રહ્યો છું……૧૯૬૧ માં મીટર રીડર ની નોકરી માં સખત તડકા માં અથવા કડકડતી ટાઢ માં રોજ પગે ચાલી ને ૧૦૦ મીટર જોવાના…અને ૧૯૯૨ માં એગ્ઝેક્યુટિવ વાઇસ પ્રેસીડેન્ટ યુનાઇટેડ બેંક ની પદવી પર પ્થરોમોશન…

    Liked by 1 person

  2. ખૂબ સુંદર ગીત
    વેદના, સંવેદના, વ્યથા ને ચિંતા,
    આફત,અડચણ તકલીફ ને પીડા,
    લાગણીની સઘળી આ ફૂંક ને ચૂંક
    રૂપાળા વિશ્વમાં વિષમતા આવી, સર્વત્ર શાને લીંપાઈ હશે ?!!!
    આ વેદના
    સૂરથી સંવેદના બસ …
    કેટલીયે પીડાઓ ચુપચાપ લુંટી લે છે,.

    Liked by 2 people

    • ઈર્ષાની મારી એ વાંસળીથી રાધા કેટલી રિસાઈ હશે!!
      ભલે કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી કેટલીયે વાર વીંધાઈ હશે!
      પ્રસવની પીડા વગર માતૃત્વનુ સુખ ક્યાં મળે છે??
      પીડા કે વ્યથા પછી સુખની કિંમત ઘણી વધી જાય છે.
      વાંસળી વીંધાઈ ત્યારે જ તો મીઠા સૂર રેલાવી શકી.

      Liked by 3 people

  3. દેવિકાબેન! તમારી રચનાઓ માણવાનો આનંદ તો અનેરો છે!
    ઉચ્ચ કક્ષાની ભાષા…સુંદર કલ્પના…પધ્યમાં સ્વરબધ્ધ ઢાળવાની શૈલી….શું કહું…બસ લખતા જ રહો અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારતા રહો!
    💐👏👏👌🏻

    Liked by 1 person

  4. કેટલાક પ્રતિભાવોઃ આભાર અને આનંદ સહ…
    Vimala Gohil
    To:
    Devika Dhruva Mon, Jan 24 at 2:08 PM

    “રૂપાળા વિશ્વમાં વિષમતા આવી, સર્વત્ર શાને લીંપાઈ હશે ?!!!”
    “અત્તર થઈ મહેકવા, જાતને જાળવતી પાંદડી પણ કેટલી પીસાઈ હશે!”
    સુંદર રચના. શ્રેષ્ઠતા સુધી પહોંચવા કેટકેટલું સહેવું પડે? એ પછી જ સાધ્ય સુધી પહોંચી શકાય. સરસ સંદેશ.
    ૨૦૨૨ની શરૂઆત સાથે સંપૂર્ણ વરસની સાથો સાથ આવનારા વરસોમાં પણ આપના શબ્દોનો પાલવડો અમ પર લહેરાતો રહે એ અભ્યર્થના.

    Gaurang Nanavaty
    To:
    Devika Dhruva Mon, Jan 24 at 11:42 AM

    Hari Om!
    Thank you, Devika ben.
    Thoroughly enjoyed the Kavita.

    Bharati Majmudar
    To:
    ddhruva1948@yahoo.com Mon, Jan 24 at 4:41 PM

    ખુબ સુંદર રચના દેવિકાબેન. વાંસળી ની વેદના તમારા શબ્દો દ્વારા અમે પણ અનુભવી. નહીં તો આવો વિચાર પણ ન આવત..

    Manoj Mehta
    To:
    Devika Dhruva Tue, Jan 25 at 7:47 AM

    સુંદર અને ભાવવાહી ..!
    મનોજ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s