ગરબાના દોહા…

હે…..બુલંદ નાદે, નોબત વાગે, મૃદંગ બાજે, માઝમ રાત,

કસુંબ કોરે, આભની ટોચે, રતુંબ રંગે, સોહત માત.

હે…ચુંદડી ઓઢી, સહિયર સાથે, માવડી નાચે, નવનવ રાત,

ધડક ધડક નરનારી આજે, ખનન ખનન કર કંકણ સાજ.

હે…કંદોરો કેડે, પાઘડી શિરે, દાંડિયા ખેલે,નોરતાની રાત,

રસિયા જાગી, રંગ જમાવે, છલક છલક  ગોરી  ગુજરાત….

હે……રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર બાજે, ઝનન ઝનન ઝનકાર .

થનગન થનગન જોબન નાચે, ઠુમક ઠુમક ઠુમકાર.

હે…    પનઘટ વાટે, ઈંઢોણી માથે, ઘડુલા સાથે, ઝુમતી નાર,

 બાંસુરી બાજે, યમૂના ઘાટે, નટખટ  નાચે, ગોકુળ ગામ

હે…    મોબાઈલ મંચે, વોટ્સઍપ વાટે, વિડીયો ઝૂમે અનરાધાર.

મેસેજ ખુલે, ઈમોજી ખીલે, ‘ઝૂમ’પર નાચે નવ નવરાત..

હે….   ગબ્બર ગોખે, ભવાની અંબે, ઘટઘટ ગૂંજે, ‘અપો દીપો’ નાદ

જગભય ચોકે, શક્તિ વેરે, ઝળહળ ઝળહળ, દીવડા હાર…

હે……  આઠમ રાતે, અર્ધા ચંદ્રે, સૃષ્ટિ નાચે, ભૂલી સાનભાન.

ઢોલક નાદે, તાલી તાલે, તન-મન ડોલે, છુમક છુમક છુમછુમ.

હે…    છેલછોગાળા, મૂરલીવાળા, નટવર, નટખટ નંદલાલ

નવતર રૂપ ધરી, ફરી અહીં અવતરી, આંતરદીપ પ્રગટાવ..

3 thoughts on “ગરબાના દોહા…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s