કેટલું મોટું ટોળું હતું એકલતાનું!
એ અચાનક એકાંતની ગુફામાં ખેંચી ગયું.
ચારે બાજુ ઘોર અંધારુ.
આંખો મીંચી દીધી.
તો બંધ આંખે આ શું જોવા મળ્યું?!
ગુફામાં તો હિંસક પશુઓ જ હોય.
એવા જ આકારો દેખાયા, પણ એ ત્રાટકતા નહોતા!
પાળેલા હોય તેમ જાણે ટગર ટગર જોયાં કરે.
પાસે આવવાનોયે પ્રયાસ કરે
ને એને પાસે આવવા દેવા કે નહિ?
એવી દ્વિધાની વચ્ચે, લાંબા સમય સુધી
ક્યાંક દૂર, ખૂબ ઊંડે ખોવાઈ જવાયું.
ભીતરની આ ગુફા તો ‘મેઝ’ જેવી.
ભૂલભૂલામણીના જટિલ જાળાં જેવી!
મૂંઝવણ અને ગૂંચવણ.
મથામણ અને અકળામણ.
એકાએક ધીરી ગતિએ પ્રકાશપુંજ આવતો દેખાયો.
મેલાં પડળો ચોક્ખાં થવાં માંડ્યાં.
દ્વિધાઓ અને દ્વંદ્વો સરવાં લાગ્યાં.
આવરણ સામે દર્પણ દેખાયાં.
ને પેલા પાળેલા લાગતા આકારો
હારી, થાકી, નિસ્તેજ બની,
જાણે ઢળી પડ્યા! વિલીન થવા માંડ્યા!
અરે, ખુદ સ્વયંની જાત પણ જાણે નિર્વિકાર.
ને પછી બસ, રસ્તો મળી ગયો, બહાર નીકળવાનો.
આંખો એમજ ખુલી ગઈ હતી.
દેવિકા ધ્રુવ
શું સ્વપન આવી ગયું’તું? શું આગલી રાતે દેશી મુવી છોડી કોઈ પરદેશી મુવી જોવા બેસી ગયા’તા! કે પછી પતિ કે પાડોશી સાથે વિવાદના વાયરાથી વિંંટળાઈ ગયા હતા? અમને આમાં હમજણ ના પડી બુન!
LikeLiked by 1 person
ક્યારેક એકલતા એવી ઘેરી વળે છે કે હતાશા જાતજાતના આકારો ધરી આપણને જોયા કરે છે, પણ સકારાત્મકતાનો પ્રકાશપુંજ એ મેલા પડળોને ઓગાળી ફરી ખુદને નિર્વિકાર બનાવી સાચે રસ્તે લઈ આવે છે ને મનની આંખ ખુલી જાય છે.
LikeLike
અંતર્નાદ.
LikeLike