હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાને ૨૦ વર્ષ પૂરાં થશે એ માંગલિક અવસર પર…
સરિતાને તીર આજે ઉમટ્યો છે મેળો,ઉપવનમાં મ્હેંકે જેમ જૂઈનો વેલો..
મંડપની મધ્યે છે ગુજરાતી ગરવાં.
ને ભાવોનાં ગાણામાં ભાષાની ગાથા.
મોસમ મઝાની જો, છલકે આપમેળે,
ભીતર તો કેવું ચડ્યું રે ચક્ડોળે.
સરિતાને તીર આજે ઉમટ્યો છે મેળો, ઉપવનમાં મ્હેંકે જેમ જૂઈનો વેલો..
અંતર ઉમંગથી આ ઉડવાનો અવસર
ને ભાષા સંગાથે ભીંજાવાનું મનભર.
ગમતો ગુલાલ ને મનની મિરાત
ઘડી બે ઘડી, આમ વહેંચી અમીરાત
સરિતાને તીર આજે ઉમટ્યો છે મેળો, ઉપવનમાં મ્હેંકે જેમ જૂઈનો વેલો..
વાહ દેવિકાબહેન, તમને એકદમ લખવાાની મઝા આવી હોય તેવું લાગે છે. મને ગાવાની પણ મઝા આવી ગઈ.
LikeLiked by 1 person
લો ભાવના બહેને ગાવાની મઝા આવી ને દેવિકાબેનને લખવાની! તો, મને વાંચવાની!
LikeLiked by 1 person
મારા પ્રતિસાદમાં સુધારો…. ભાવના બહેનને….ઉતાવળે આંબા પાકે નહિ એ યાદ રાખવું પડશે તો ભૂલો ભાગતી રહેશે. સાહિત્ય સરિતાને સારી રીતે સમજનાર છે કોઈ અહિ! આભાર.
LikeLiked by 1 person
Thank you, Bhavnabahen and Chimanbhai.
You two are always first to respond.
I appreciate it.
LikeLike