નિત્યનીશી** ચંદરવોઃ ૫ **

** ચંદરવોઃ ૫ **    પોએટ કૉર્નર, હ્યુસ્ટન. 

 આજનો સુવિચારઃ
આભને આધાર નથી છતાં એ ઊંચું છે, કારણ કે એ જેટલું ઊંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.

   

હમણાં પચાસેક વર્ષ જૂનીહથેળીમાં સમાઈ જાય તેવડી એક નાનકડી જૂનીપાતળી ડાયરી મળી. એમાં માત્ર ચાલીસેક જ પાનાં હતાં પણ મઝાની અને રસપ્રદ નોંધો હતી. ખૂબ સાચવી રાખી હશે પણ જિંદગીની ઘરેડમાં મેં ક્યારેય ખોલી ન હતી. પ્રાથમિક શાળાથી હાઇસ્કૂલ/કૉલેજના મિત્રોની નામાવલિ (કેટલાકના તો ચહેરા પણ અત્યારે યાદ નથી આવી રહ્યા!) તેમના જન્મદિવસવાંચેલાં પુસ્તકોની યાદીલેખકોનાં નામોતે સમયની મારી અભ્યાસેતર પ્રવૃત્તિઓમળેલાં નાનાં નાનાં ઈનામોની યાદી, ૧૯૬૮થી ૭૧માં જોયેલ સિનેમાની યાદી, ગમતાં ગીતોની પહેલી પહેલી પંક્તિઓકેટલાંક પાનાંઓ પર “હું શું શીખી”,  તો ક્યાંક વળી ‘what I believe”.. આ બધું વાગોળવામાંએ ઝીણી ઝીણી ક્ષણોનેફરી ફરી યાદ કરી માણવામાં, O My God, ન જાણે કેટલાયે કલાકો નીકળી ગયા! ભૂખ લાગી ત્યારે સફાળી ઊભી થઈ રસોડા તરફ વળી.

બારી બહાર નજર પડી તો સવારની સાથે સંધાન થયું. જે રીતે સૂર્યોદય થવાના થોડા સમય પહેલા પૂર્વ દિશાના પર્વતોની ટોચ પરવાદળની ધારે ધારે એક ‘રેડ કારપેટ’ પથરાવા માંડે છે. પછી ધીરે ધીરે વાદળના એ જાડા પટ પર બત્તીઓ થાય છે અને  ત્યારબાદ રવિરાજની પધરામણી થાય છે. કશાયે વિલંબ વગર જોતજોતામાં તો આખી સૃષ્ટિ ટટ્ટાર થઈ ચેતનવંતી બનતી જાય છે. બરાબર એ જ રીતેએ જ ક્રમમાં સાંજે જતી વેળાએ ફરી પાછી આછી લાલાશભરી જાજમ બિછાય છેબત્તી બુઝાય છેરવિરાજ વિદાય થાય છેથોડી વાર લીસોટા રહી જાય છે અને પછી તો પૃથ્વી પણ જંપી જાય છે. તાજેતરમાં જ New Mexicoના પહાડી વિસ્તારોમાં ફરતાં ફરતાં માણેલ સૂર્યોદય અને સૂર્યાસ્તનાં અદ્ભુત દૃશ્યો નજર સામે ગોઠવાઈ ગયાં. હજી એ સ્મરણોને તો મનની ફ્રેઈમમાંથી બહાર લાવી શબ્દાંકિત કરવાનાં બાકી જ છે. પણ આજે તો આ વિચારો પીછો જ નથી છોડતા કે કેવી નિયમબદ્ધ આ અચરજભરી લીલા છે! બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થાજન્મ અને મૃત્યુની સ્થિતિનું પણ કંઈક આવું જ એકસરખું છે ને! અને વચ્ચેના મધ્યાહ્નની વાતોવિશ્વને માથે ચડેલા આ પ્રખર તાપનો વિચાર તો ન કરું તે જ સારું.

આજે બીજી પણ એક અતિશય આશ્ચર્યયજનક ઘટના ડાયરીમાં લખવી જ છેવાત થોડી લાંબી છેથયું એવું કે નાની બહેનનો એક વોટ્સએપ પર “_____” મેસેજ મળ્યોપછી પૂછ્યું કેતમે આ ઝીણવટથી જોયુંતરત તો ‘હા’ કહીને જવાબ લખી દીધોલગભગ બધાં જ ભાઈબહેનોએ એમ જ કર્યું હશેકોઈએ સમજીને અને કોઈએ  કદાચ એ વાતને વાળી દઈનેપણ વળીવળીને મન ત્યાં જઈ બેસી જતુંઆમ તો એ જૂની કૉપી અને પેસ્ટ કરેલ ઈમેઈલ તા.૬ઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૦ની હતી પણ સંબોધનની સાથે ૨૦મી સપ્ટેમ્બર લખેલલખવામાં ભૂલ તો થઈ શકેપણ આ ભૂલ હતીનાતો પછીવિધાતા માનવીની જાણ બહાર એવું સાચું લખાવે કે જેની લખનારને પોતાનેય ખબર ના હોયઅને વાંચનારને પણ તત્ક્ષણ ખ્યાલ ન આવે!!

મોટા ભાઈ લેખક હતા. (‘હતા’ લખતા પણ અંદર કંઈક ચચરે છે.) તેમણે ૬ સપ્ટેં.૨૦૨૦ના રોજ જિંદગીની છેલ્લી ઇમેઇલ કરી હતીસૌને સંબોધીને લખેલ છેલ્લી અલવિદાની એ ઇમેઇલજેમાં તારીખની  જે ભૂલ (૨૦ સપ્ટે.૨૦૨૦થઈ હતી તે તો તેમની ખરેખરી મૃત્યુની તારીખ હતીખૂબ આંચકાજનક તાજ્જુબી થઈઘણીવાર વડીલો પાસેથી તેમના દાદાદાદીની  છેલ્લા દિવસોની જાણ થયાનીઆગાહી મળ્યાની અવનવી વાતો સાંભળી છેપણ આ તો સાવ નજર સામેનો દાખલોખૂબ વિચારે ચડી જવાયુંવિધિના લેખ અને કુદરતની કરામત વિશે કેટલી વિસ્મયજનક વાતો જાણવા અને અનુભવવા મળે છે!

છઠ્ઠી સપ્ટેસાંજે ક.૪-૩૭ના સમયે ‘જિંદગીની સમી સાંજે’ શીર્ષક નીચે  કથળતી જતી તબિયતની વિગતે વાતો લખ્યા પછી તેમણે “ફરી મળાય, ન મળાય; અલવિદા..દોસ્તો” લખ્યું. પછી એ જ દિવસે ફરી બે કલાક પછી સાંજે ૬૩૨ વાગે નીચેની ઇમેઇલ લખીઆ વાતની નોંધ અમે સૌ ભાઈબહેનોએ હમણાં જ લીધી!!!

ડાયરીનાં આ પાનાંમાં એને સાચવી રાખ્યા વગર કેમ ચાલેઆ રહી એ ઇમેઇલની કૉપીઃ

From: Navin Banker <navinbanker@yahoo.com>
Date: Sun, Sep 6, 2020 at 6:32 PM
Subject:
To:

મિત્રો૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦

છેલ્લી ઇમેઇલ પછી, થોડીવારમાં જ ઢગલાબંધ ફોન્સ અને ઇમેઇલ્સ આવી ગયા. આભાર તમારો.
આનાથી વધુ મારે કશું કહેવાનું નથી એટલે નાહક માથાફોડી કરવાનો અર્થ નથી. હું તમારા ફોન કે ઇમેઇલ્સનો જવાબ ન આપું તો માફ કરજો. જો શક્તિ હશે તો લેખ મારફતે જણાવતો રહીશ.

પણ મારે હવે શાંતિ જોઈએ છે. ચાર-છ દિવસ મારી બહેનને ઘેર રહેવા જતો રહીશ. એક ડોશીમાએ તો હમણાં ફોન કરીને મારી પત્નીને પૂછ્યું કે,  હવે ‘નવીનભાઈનું કેટલે આવ્યું?’

 -NAVIN  BANKER

છેલ્લા દિવસોમાં પણ તેમની ટીખળ કરી લેવાની વૃત્તિ યથાવત હતી. હજી વાત મનમાં ઘૂંટાયા જ કરે છે કે,  કેવું બન્યું એમને ખબર પડીના અમને.

अजीब दास्तां है येकहाँ शुरू कहाँ खतम
ये मंज़िलें है कौन सी वो समझ सके  हम.
ये शाम जब भी आएगी..तुम हमको याद आओगे…. अजीब दास्तां है ये….

ચાલો, લાગણીઓના વહેણમાં ખેંચાવાનું  હોય.
 Excess of everything is dangerous. 
આજનું પાનું અહીં  વાળું.

ઓહ..પાનું તો વાળી શકાયું પણ વિચારોને વાળવાનું અઘરું થાય તે પહેલાં ફરી એક સમાચાર નોંધવા ઠીક લાગ્યા. આ જ અઠવાડિયામાં (જુલાઈની ૨૦ તારીખે) ઍરલાઇનની જેમ, ટેક્સાસ સ્ટેઇટમાંથી પ્રથમ વાર ઊડેલ, બ્લુ સ્પેઇસ લાઇનને ટીવી પર જોવાનું ખૂબ રોમાંચક લાગ્યું. માત્ર સાડા આઠ મિનિટમાં તો orbits સુધી અને ૧૦ મિનિટ, ૩૫ સેકંડમાં તો સ્પેઇસ રાઇડ લઈને પાછાં પણ આવી ગયાં! તે ચારમાંથી એક હતાં ૮૨ વર્ષની મહિલા Wally Funk અને ૧૭ વર્ષનો Olever Daemen!

બળદગાડીમાં મુસાફરી કરતો માણસ આજે ‘સ્પેઇસ રાઇડ’ લેતો થઈ ગયો. જાણે નવી પેઢીનું એક ભાવિચિત્ર જોવાઈ ગયું. સર્જનહારે કેવાં કેવાં Brain અને બુદ્ધિ બનાવ્યાં છે!

આ મન અને હૃદય સુધી કોણ પહોંચશે? ક્યારે?


દેવિકા રાહુલ ધ્રુવ

4 thoughts on “નિત્યનીશી** ચંદરવોઃ ૫ **

  1. દર વખતની જેમ, એક શ્વાસે બધું રસપૂર્વક વાંચી ગઈ. નવિનભાઈને તો બહુ યાદ કરીએ છીએ. તમારી નાનપણની
    વાતોથી મને પણ મારું નાનપણ યાદ આવી ગયું, જ્યારે મને પણ લેખનકાર્યમાં રસ લેવાનું મન થયું હતું.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s