સ્વના કિલ્લામાં સૌ છે..

વિશ્વમાં જો, ‘વેબ’ના ‘વીલા’માં સૌ છે.
જેમ પર્ણો, વૃક્ષના વેલામાં સૌ છે. 

વાયુથી ખરતાં આ પત્તાં જોઉં, ને થાય,
કે ફરી મળતા જુદા ઝુલામાં સૌ છે.
 

‘કાગડા કાળા બધે’ જોઈ વિચારું,
કેવાં કેવાં મન તણાં ખીલામાં સૌ છે!

પ્રીતના મીઠાં પદો ગાયા કર્યાં પણ
વાત તો એ છે, ‘સ્વ’ના કિલ્લામાં સૌ છે.
  

આ પરિવર્તનની વાર્તા છે બધીયે,
નહીં તો, ‘દેવી’,ચાતર્યા ચીલામાં સૌ છે.

2 thoughts on “સ્વના કિલ્લામાં સૌ છે..

 1. સરસ, દેવિકાબેન.

  આ મારા તરફથી જો ગમે તો?

  સાહિત્ય સરિતાને વહેતી રાખવામાં સહું છે!
  કોરોના ને કારણે વજન વધારવામાં સહું છે!

  Chiman Patel ‘chaman’

  Note:

  To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.

  http://chimanpatel.gujaratisahityasarita.org/
  http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
  http://pustakalay.com/kavita.pdf
  https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/

  ________________________________

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s