જુગલબંધી

મારા ગઝલગુરુ સમા અને પરમ મિત્ર એવા કવિ શ્રી મહેશભાઈ રાવલના ‘ખરેખર’ ગઝલસંગ્રહની એક ગઝલનો રદીફ લઈને ‘તરહી મુશાયરા’ની જેમ લખેલ એક ગઝલઃ આનંદ અને આભાર સહિત…..

નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં.
ખરેલાં પાનની સાથે જુગલબંધી કરી છે મેં.

નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા, પછી સર્જન!
વિરોધાભાસની સાથે જુગલબંધી કરી છે મેં.

નજીક રાખ્યાં હતાં દિલની, થયાં અળગાં તમે જાતે
તો ખાલી જામની સાથે જુગલબંધી કરી છે મેં.

નહિ તો આ રમકડાં સ્ક્રીનના ક્યારે હતાં પ્યારાં?
સમયની ચાલની સાથે જુગલબંધી કરી છે મેં.

હતી ઈચ્છા રૂપેરી, રૂબરૂ વાતોને વાગોળું.
પરાણે ‘ઝૂમ’ની સાથે જુગલબંધી કરી છે મેં.

6 thoughts on “જુગલબંધી

  1. પ્રથમ તો, આપ સ્વસ્થ છો, એ જાણી આનંદ… દેવિકાબેન.
    રદીફને બરોબર ન્યાય આપ્યો છે !
    વિરોધી પ્રાસ@ વિરોધાભાસ -કરવા જેવું લાગે છે{અલબત્ત,આપને યોગ્ય લાગે તો!}
    મારા માટે આપની લાગણી,આશીર્વાદ…🙏🏽

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s