પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…

બાળપણમાં  જેમની સાથે જીંદગીને, એના સંઘર્ષોને નજીકથી જોયા હોય તેવા  નિકટના આત્મીય ભાઈને માટે  ’હતા’ લખવાનું આવે ત્યારે  કેવું અને કેટલું લાગી આવે? નાનપણથી જ સંઘર્ષોના વહેણમાં અમે સાથે વહ્યા છીએ.. અનાયાસે જ નવીનભાઈની અને મારી એકસરખી લેખનશક્તિ કેળવાઈ અને એકસરખા  સાહિત્યના રસ બંનેના વિકસતા રહ્યાં. હા, પ્રવાહ બદલાતા રહ્યા. પ્રવાહની દિશા બદલાતી ગઈ  અને તેમના પ્રવાસનો મુકામ પણ આવી ગયો.

૯-૨૬-૧૯૪૧ થી ૯-૨૦-૨૦૨૦

શું લખું? ઘણું બધું, એક દળદાર પુસ્તક જેટલું બધું અંદર ઘૂમરાય છે..જોરથી વલોવાય છે.

 ગઈ રક્ષાબંધને…

 આ છેલ્લી છેએ જાણ સાથે હૈયું હચમચાવીનેરાખડી બાંધી’તી.

છેલ્લી ન રહેએ ભાવ સાથે  ઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી. 

ચાહ એવી ખૂબ જાગેચમત્કાર થાય  ને સઘળુ સારું થઈ જાય પણ

ખોટાજૂઠા દિલાસા સાથેકડવું સચ પચાવીને રાખડી બાંધી’તી. 

જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે?

વિધિની વક્રતાના દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી. 

મજબૂત છીએઆવજે પણ પીડા વિના મળજે ભાઈનેમાની જેમ જ,

હકભર્યા હુકમના સાદ સાથેબહુ જ મન મનાવીને બાંધી’તી. 

जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી

રુદિયે શ્રધ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.

પણ  આખરે સપ્ટે.૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે તેમણે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી. આમ તો તેમની જીવન-કિતાબના પાનેપાના ખુલ્લાં જ હતા. પણ છેલ્લે સંવેદનાના સાત સાત સાગર સમાવીને સૌને અલવિદા કહીને સૂઈ  જ ગયા.

 જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગોહજ્જારો બનાવો, એના પ્રતિબિંબો મારા માનસપટ પર ઉભરાઈ આવે છેઅત્યારે તો  યાદ એ આવે છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે મારી પાસે પોતાના વિશે લખવા જણાવ્યું હતું ત્યારે તો મેં તરત લખી આપ્યું હયું પણ આજની અને ત્યારની વાત વચ્ચે કેટલો મોટો ફરક છે? છતાં એમાંનો  કેટલોક ભાગ અહીં… 

 નવીન બેંકર એટલે  એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.                                                           

 નવીન બેંકર એટલે એક મસ્ત મઝાનારંગીલારસીલા,મળતાવડાનિખાલસઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવતેમની કલમ એટલે કમાલ અજબનો જાદૂઅમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટકવ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિતેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોયનાટકસિનેમાફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.

સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીનતો વળી નજર સામે સતત આ દિવસો પણ વહી જશેનું સૂત્ર રાખી જીવનના ચડાવઊતારની ફિકરનેફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. ક્યારેક પોતાને નિત્યાનંદભારતી’ બનાવે     તો ક્યારેક શાંતિકાકા બની જાય. એક ઠેકાણે એમણે લખ્યું છે કે,”જિન્દગીમાં, મેં એવા અને એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે એટલે સત્યમેવ જયતે સ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.”  

કદાચ એટલે જ એ જીંદગીને શિસ્તથી કે ગંભીરતાથી ક્યારેય જીવી જ શક્યા નથી.

 આજે તેમના ભીતરમાં ડોકિયું કરતો વિશેષ પરિચય આપું૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં હતા દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણાં ધનિકપણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યુંતેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય અમે નાની ચાર બેનો અને એક નાનો ભાઈપોતે સૌથી મોટાંચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં  અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતા..પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાનાં વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતા.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતા અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતા. અરેઆ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !

આર્થિક સંકડામણો અને યુવાનીના અધૂરા ઓરતાની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમથયાંસરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યુંઆ ખર્ચાનિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યુંહંમેશા તેમને લાગતું કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.

બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઈનામ પણ મેળવેલુંતેમાં તેમની વાક્‍છટા દાદપાત્ર બની હતીસિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગ પછી લેખનનો છંદ લાગ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલીઅનંતરાય રાવળરમણલાલ જોશીઅશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલુંત્યાર પછી સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈતે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યોઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહીસ્ત્રીશ્રીમહેંદીશ્રીરંગ ડાયજેસ્ટ,આરામમુંબઈ સમાચારકંકાવટીજન્મભૂમિ પ્રવાસીનવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાંઆમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં.” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતીએ જમાનામાંબે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતુંરસિક મહેતાકોલકલક્ષ્મીકાંત વોરા..એમના જમાનાના જાણીતા લેખકોઆ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.

નવીનભાઈની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છેતેમની કલ્પનાની ત્રિજ્યા જીવનના વર્તુળ બહાર જઈ શકી નથીઆભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે  તેમની  કલમ સરી છેઅતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને  જકડનારી રહી છે.

 ૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  સ્વચાંપશી ઉદ્દેશીના નવચેતનમાં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝામાર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યામનહર રસકપૂરપ્રાણસુખ નાયકપી.ખરસાણી, સ્વ.વિજય દત્તનરોત્તમ શાહદામિની મહેતાજશવંત ઠાકરદીનેશ શુક્લનલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે૧૯૭૯માં અમેરિકા આવ્યાંન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબવે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહીફિલ્મોગુજરાતી નાટકોના અહેવાલઅવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં.પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયોપછી તો એ દિનચર્યા છોડી દીધી!

૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક મહાભારતના અંધ ધૃતરાષ્ટ્ર બને તો શોલેના કાલિયાનો રોલ કરેહ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાઅને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જનાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટરતે નાટકના કલાકારો અંગે નવીનભાઈનો અભિપ્રાય પૂછેજૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનુંતેમનું જ્ઞાન અજોડ હતું.

નવીનભાઈને એક કામ અતિ પ્રિય અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખનઆવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાયએ અંગેની રસપ્રદ વાતો  નવીનભાઈના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો. મન્નાડેઆશાભોંસલેઅનુમલિક,.આરરહેમાન,ધર્મેન્દ્રઅમીરખાનઅક્ષયકુમારબબીતાકરિશ્માપ્રીતિઝીન્ટા,પરેશ રાવલપદમારાણી,ફાલ્ગુની પાઠકનાના પાટેકરઅનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચનસલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જઆમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઈન્ડીયન સ્ટોરોમાંહિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છેશો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઈ જવાનીસ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની  કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ જેટલાં અહેવાલો લખ્યાં. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લેકોઇ કમિટીમાં મેમ્બર  પણ નહીંપોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.

૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માનપત્રથી નવાજ્યું.. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાંએનાયત કર્યો હતો.

મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક  સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમેબંસરી વાદન પણ કરી જાણેગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિજ્યારે જ્યારે ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ  હોલમાં જઈ નાટકો જોવા જાય જ.ભગવતીકુમાર શર્મારજનીકુમાર પંડ્યા સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે વિનોદ ભટ્ટવગેરેને અવશ્ય મળેઅમદાવાદનાં પોતાના મકાનમાં જઈએકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો પણ કરેદરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવતીઆ છીપલાં પણ કેવાખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?!!! ખરું?

ઈન્ટરનેટ પર તેમનો એક બ્લોગ બનાવેલ

એક અનૂભુતિ  એક અહેસાસ’ http://navinbanker.gujaratisahityasarita.org/

મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં ખુલ્લાં કર્યા છેકેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.

બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છેકશી યે ઓછપનીક્યારે ય ફરિયાદ વગરનાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી.

આજે આ વિશેષ પરિચય લખીને મારી ભીની થઈ ગયેલી કલમને શબ્દાંજલિ અર્પીને અટકાવું.

શબ્દાંજલિઃ

વંદન કરી,ચરણે તમારા, ભાવથી નમીએ અમે.

શબ્દો તણા ફૂલો ધરી, સાથે મળી ઝુકીએ અમે.

મીંચી ભલે હો આંખ આજે ને થયાં વિલીન પણ,

લેખન થકી રહેશો અમર, મનમાં સદા સ્મરીએ અમે.

સુગંધ જે  ફેલાવી છે, અક્ષર થકી ચારે દિશે,

એ મ્હેંકને સામે ધરી, શબ્દાંજલિ  દઈએ અમે.

વંદન કરી,બે હાથ જોડી, પ્રેમથી સૌ પ્રાર્થીએ

તમ આતમાની શાંતિ અર્થે અંજલિ દઈએ અમે.

 અસ્તુ.

દેવિકા ધ્રુવ

https://akilanews.com/Nri_news/Detail/2020-10-29/20969

20 thoughts on “પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…

 1. દેવિકાબેન,

  નવિનભાઈની શબ્દાંજલિના આપના શબ્દો ફૂલની સુગંધ જેમ મહેકી રહ્યા છે.
  આ શબ્દાંજલિના શબ્દોની ફોરમ નવીનભાઈના આત્માને ચિરંજીવ શાંતિ આપશે એ
  નક્કી છે.
  એમના આત્માની ચિરંજીવ શાંતિ માટે મારી અને મારા પરિવારની પ્રાર્થના.

  આભાર સાથે,

  ચીમન પ્ટેલ ‘ચમન’
  ૨૨સપ્ટે’૨૦

  Liked by 1 person

 2. Power of expression, description & mirrorise the actual picture of person & personality is only you can paint in such a expressive way. By reading this I felt “ સ્મુતિના પડળો હવાના ઝોકાની જેમ ફરીને સંગ્રહ બંધ થઈ ગયો પણ પુર્ણવિરામ નહી હોય”

  Liked by 1 person

 3. સરસ. નવિનભાઇ વિષે ઘણુ નવું જાણવાનું મળ્યું.

  આજે સાંજે ભજન પછી હું આ બોલવા ઈચ્છું.
  નવિનભાઇ તમે, વિદાય લઈ ગયા;
  કુટુંબમાં બધાં, વ્યથિત થઈ ગયાં.
  સ્નેહે સાચવ્યાં, સૌ કુટુંબીજન;
  હેતે બધાં કરે, તમારું સ્મરણ.

  તમારું મંતવ્ય જણાવશો.
  ભાવના.

  Liked by 1 person

 4. બહેને પોતાના વ્હાલસોયા ભાઈની યાદમાં પોતાના દિલની વાત લખીછે. જે વાંચતાં વાચકની પણ આંખભીની થઇજાય. ઓછા બોલા, હંમેશાં મરક મરક હસતા નવિનભાઇ ની છબી નજર સામે દેખાયા કરેછે. એનની ગેરહાજરી તેમનાં સંસર્ગમાં આવેલા બધા જ ને સાલસે.

  Liked by 1 person

 5. દેવિકાબેનઃ
  ભાઇ પ્રત્યેનો તમારો અદ્ભુત પ્રેમ અને ભાઇ ની જીવન સરિતા નુ આબેહુબ વર્ણન ફક્ત તમારા જેવી પ્રતિભાશાળી કવયિત્રી જ કરી શકે. મારા નવિનભાઇ સાથેના સહવાસ દરમ્યાન બે ત્રણ વસ્તુઓ મેં વ્યક્તિગત અનુભવી તે રજુ કરુ છુ.
  સ્વભાવના ખુબ જ નિખાલસ અને સરળ વ્યક્તિત્વ. તેઓ એટલાબધા ભોળા હતા કે કોઇ ફક્ત એમને પુછે કે તમે કેમ છો, તો દિલ ખોલી ને તેમની આત્મકથા (આત્મપ્રશંસા ન્હી) કહેવા બેસી જાય. સેન્સ ઓફ હ્યુમર ચરમ સીમા એ.તેઓ ની એક ખાસિયત એ કે પારકાની નબળાઈ કે મુર્ખાઈ ઉપર હસવાને બદલે પોતાની જ નબળાઇ અને મુર્ખતા ઉપર હસતા.
  આવાતો અસંખ્ય ઉદાહરણો આ વસમી વિદાય સમયે યાદ આવે છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાસ્વત સાંતિ આપે અને કુટુમ્બીજનો ઉપર આવી પડેલી આપતિ નો સામનો કરવાની શક્તિ અર્પે એજ અભ્યર્થના.

  Liked by 1 person

 6. ખરેખર તો આ તમારી નવિનભાઈ તરફની લાગણી અને તમે આજ સુધી એમની સાથે વિતાવેલા સમયની મીઠ્ઠી યાદો છે.

  આ શબ્દાંજલિથી અધિક કહું તો સ્મરાંજલિ છે, હ્રદયાંજલિ છે.

  આજે નવિનભાઈની ઘણી બધી ભૂતકાળની અજાણી વાતો વાંચી ત્યારે એમ થાય છે કે એમની પાસે કદાચ આર્થિક સદ્ધરતા જેવું નક્કર કશું નહીં હોય પણ આત્મવિશ્વાસની મોંઘી મૂડી હતી જેના પર જીવનપર્યંત એમણે સંબંધોનું વાવેતર કર્યું .

  આમ વિચારું તો એમને રૂબરૂ મળવાનું તો થયું નહોતું. તમારી પાસેથી સાંભળેલી વાતો અને નવિનભાઈ સાથેની ફોન પર બે-ચાર વાર થયેલી વાતોથી જે કોઈ પરિચય થયો એ જ બસ પણ એટલા થોડા સમયમાં પણ મને એમના લાંબા અરસાના અનુભવોની વાત જે રીતે કરતાં હતા એ પરથી એમના ઉત્સાહ- ખંત, મિલનસાર પ્રકૃતિ અને વાચાળતાનો અનુભવ થયો છે. એ કહેતાં કે એમની પાસે પુસ્તકોનો અઢળક ખજાનો છે પણ એના કરતાંય મને લાગે છે કે એમની પાસે યાદોનો, વાતોનો ખજાનો ઘણો વિશાળ હતો.

  એ મઝાના માણસ છે એવી એક ક્યારેય ન ભૂલાય એવી મનમાં યાદ રહેશે.

  Liked by 1 person

 7. દેવિકાબહેન,
  કોઈ ચમત્કાર થાયને સઘળું સારૂં થઈ જાય એ પ્રાર્થના સહુની હતી.
  નાટકના જીવ નવીનભાઈ એમની આવી અવસ્થામાં પણ નાટક ભુલ્યાં નહોતા. હજી દસ દિવસ પહેલાની વાત છે, કોકીબહેનને ત્યાં એમને મળબા ગયા અને નવીનભાઈ વોકર લઈને બેકયાર્ડમાં અમારી સાથે બેઠા. વાતો શરૂ કરી અને અસલ રંગ એમના ચહેરે છલકી રહ્યો. ક્ષણભર લાગ્યું કે નવીનભાઈને તો કશું થયું જ નથી. હસતાં હસતાં કહે ” અરે હું તો વોકર વગર પણ ચાલી શકું છું પણ નાટક કરવું પડે”
  આ ઝિંદાદીલી સહુને છેતરી ગઈ, અચાનક નાટકનો પડદો પાડી દીધો.
  મન માનવા તૈયાર નથી, લાગે છે હમણા બેલ વાગશે અને નવીનભાઈ આવી સોફામાં બેસી પોતાની લાક્ષણિક છટામાં પોતાના ખજાનામાં થી કોઈ પ્રસંગ નુ વર્ણન કરવા માંડશે અને અમે એમના હાવભાવ જોવામાં મગન.
  ઉપર જઈને નવીનભાઈએ નવું નાટક લખવાનુ શરૂ કરી દીધું હશે, આપણા પાત્રો પણ વિચારી લીધા હશે, મળશું ત્યારે આપણી સ્ક્રીપ્ટ આપણા હાથમાં પકડાવી દેશે. નાટકનો જીવ નાટક વગર થોડો રહી શકે.
  આપણને રડતાં મુકી એ ઉપર બધાના ઈન્ટરવ્યુ લેવામાં બીઝી થઈ ગયા હશે.

  Liked by 1 person

 8. Devikaben, Thanks for writing such a touching eulogy! Lot of detail and depth – perhaps many of us in close family may be learning for the first time. I liked the line – He never escaped radius of his own life experiences. I had heard of his struggles at early age and your closeness to him through Sangita.

  His often reciting hey Ram.. hey Ram was expression of aversion and animosity towards hypocrisy. As I have noted earlier, he was a carefree spirit who did not care about social norms and rituals. He wanted to live his life on his own terms, and to some degree he was able to. You two sisters took care of him.

  Last week, I asked him – Navinbhai – Any regrets in life! Even though, he was tired and had his eyes closed, I saw a smirk on his face when he replied – Not that I can recall. I asked him – do you believe in God? His response – not in Murti puja. After a pause, he added – but there is some supreme power for sure. I knew, he had submitted himself.

  Thanks for sharing!

  Amit

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s