એક અધૂરું કથન..

 

 

 

 

 

 

 ‘એક અધૂરું કથન’ માં એક વટવૃક્ષની કથા છે,જેનું કલેજું કરવતથી કપાઈ જાય છે. નીલમબેન દોશી લિખીત એકાંકી નાટકઃ  ‘એક અધૂરો ઈન્ટરવ્યુ’ ના આધારે ૨૦૧૧માં લખેલ આ રચના આજે ફરી મઠારીને પ્રસ્તૂત છે.

મૂળ નાટકમાં એક નવયુવાન પત્રકારને પહેલો ઈન્ટરવ્યુ વડલાનો લેવાનો થાય છે. પહેલા દિવસે  જરૂરી પ્રશ્નોત્તરી પછી વડલો એ યુવાનને બીજા દિવસે બોલાવે છે. દરમ્યાનમાં વડને ઘણી બધી કથનીઓ સાંભરે છે. છેવટે એ વિશ્વને એક મહાન સંદેશ આપવા તૈયાર થાય છે. બીજા દિવસે પત્રકાર આવે તે પહેલા તો વટવૃક્ષને કાપી નાંખવામાં આવે છે અને એમ જ ઈન્ટરવ્યુ અને વડનું કથન બંને અધૂરા  રહી જાય છે. (  વિવિધ અક્ષરમેળ છંદ )

( મંદાક્રાંતા )

રે વૃક્ષો નેકરવત થકીકાપી છેદી  દીધાં;
લાગ્યાં ઘાથીઢળી પડી પછી, પ્રાણ છોડી  દીધાં.

 

( અનુષ્ટુપ )

છોરું  ધરતીના નેભેરું  વનનાં  હતાં.
વ્યોમ ને ભોમ શાળામાંરોજે  ભણતાં હતાં.

 

( હરિગીત )

ડાળો પરે પંખી તણા માળા મજાના સોહતા
મીઠા ટહૂકા કાનમાં એના સદાયે ગૂંજતા.

હો ટાઢ કે હો તાપ વા વર્ષા અને વંટોળ હો;
એ ગામના આબાલવૃધ્ધોના શિરે છાંયો હતાં..

 

( શાર્દૂલવિક્રીડિત )

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાંજૂના પટારા ખુલ્યા,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યાં;
પુત્રોથી વિખુટી પડેલ જનનીહૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની, તીણી જ ચીસો સહી

 

( મંદાક્રાંતા )

કાળી યાદો મનથી નિસરીમીંચી આંખો નિતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને પલાળે,
નારી પ્રેમે હસતી હીંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.

( અહીં અવર ભગિની દ્વારા હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનનો નિર્દેશ છે )

( અનુષ્ટુપ )

હૈયે ખુશી ધરી એવીવટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તોલ્હાણી કાજે રટી રહ્યું..

( મંદાક્રાંતા )

ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી  દીધાં,
 વૃક્ષોનેધડ પર પછીકાપી છેદી  દીધાં,
લાગ્યા ઘાથીઢળી પડી નીચેહૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!

7 thoughts on “એક અધૂરું કથન..

    • અદ્ભુત ,તરુણાવસ્થાના દિવસો યાદ આવી ગયા. કાન્ત કલાપી યાદ આપી ગયા,, વડલાની વેદનામાં ચક્રવાત મિથુનના જીવન માટેનો ઝંઝાવાત વાત દ્રષ્ટિ ગોચર અદ્ભુત રીતે રજૂ થયો છે. જીવનની કરુણાંતિકા

      Liked by 1 person

  1. Kirit Modi
    To:Devika Dhruva
    બહુ સરસ! ઘણા સમય પછી છાંદસ કવિતા જોઈ! કલાપીની ગ્રામ્યામાતા યાદ આવી ગઈ!

    Kamlesh Lulla
    To:Devika Dhruva
    Namaste. Thank you. Very touching Kavita.
    KamleshLulla

    veena desai
    Really nice 👍🏾

    Akbar Habib
    To:Devika Dhruva
    ( શાર્દૂલવિક્રીડિત )
    યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યા,
    નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યાં;
    પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
    કાળીરાત અહીં અજાતશિશુની, તીણી જ ચીસો સહી…
    યાદો ના ઘનઘોર મેઘ ….. (વાંચકોના પણ) ઉંમટે કે નહીં , બેન? મેં એવણ ના એક માત્ત પુત્ર થી હજારો માઈલ દુર ઝુરતી વયોવૃદ્ધ મામી શ્રી ને વર્સો ના વર્સો નજીક થી જોઇ છે. જનની ને હૈયાવરાળ વહાવતા, ઠાલવતા જોઇ છે!
    શાર્દુલવિક્રીડિત ની કવિતા છે કે કટારી? હૈયા સોંસરવી ઉતરી ગઇ, બેન.

    jjugalkishor Vyas

    સરસ. છંદશુદ્ધિ પણ ધ્યાન ખેંચે છે….ફક્ત છેલ્લેથી પાંચમી પંક્તિમાં “મળે જો/તો માનવી આજે” કરવું પડે…..અનુષ્ટુપમાં ખાસ ધ્યાન રાખવા જેવું એક જ છે કે ચારેય ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોવો જોઇએ, બસ !!

    Suman Shah
    To:Devika Dhruva
    છન્દમાં પ્રયાસ કર્યો એ નૉંધપાત્ર ગણાય, કુશળ હશો…સુ૦

    shaila munshaw
    To:Devika Dhruva
    અતિ સુંદર. વૃક્ષની છાયામાં, ડાળી ડળીએ કિલ્લોલતા પંખી અને એની સાક્ષીએ ઉજવાતા તહેવારોનુ આબેહૂબ વર્ણન અને અંતમાં ધડથી કપાયેલ વૃક્ષની વેદના..
    અતિ સંવેદનશીલ વિવિધ છંદમાં આ રચના વાંચવાનો આનંદ.

    Vishwadeep Barad
    To:Devika Dhruva
    માનવ જીવનની વાસ્ત્વિક કરુણતા!!! સુંદર રીતે રચનામાં પ્રસ્તુત કરી છે.. ગૌરવ સહ હાર્દિક અભિનંદન બેના!!!

    Mukund Gandhi
    To:
    Devika Dhruva

    Nicely embellished in your words including the recital with classical terminology.
    Congratulations.

    Mukund

    Bhadra Vadgama
    To:Devika Dhruva
    Wonderful collection. Thank you for sharing.
    Kem chho? Regards
    Bhadra

    Amrut Hazari
    To:Devika Dhruva
    Mon, Aug 24 at 11:37 AM
    એક અઘૂરું કથન…..વટવૃક્ષ……વડલો……
    દરમ્યાન વડને ઘણી બઘી કથની સાંભરે છે……બીજા દિવસે તો વટવૃક્ષને કાપી નાંખવામાં આવે છે….ઇન્ટરવ્યું અને વડનું કથન, બન્ને અઘૂરા રહી જાય છે…..
    વડ…વટવૃક્ષ….કોઇ ઘરનો મોભ…..વડીલ….
    .ઘણી કથનીઓ સાંભરે….અને અચાનક વડનો અંત આવે છે…..બઘુ જ અઘૂરુ…..
    ગમી ગયું.
    આભાર…
    અમૃત હઝારી.

    Natavarbhai Hedau
    To:Devika Dhruva

    વાહ સરસ રચના છે ગમી.
    આભાર અને ધન્યવાદ

    Liked by 1 person

  2. .સંવેદનશીલ ,સરસ. છંદશુદ્ધિ વિવિધ છંદ ભાવસભર અભિવ્યક્તિ
    .
    ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી જ દીધાં,
    એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,
    લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
    સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!
    .
    મંદ મંદ આક્રંદ કરતી આ પંક્તિઓ આંખ નમ કરી ગઇ.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s