અમથું કહે છે આ જગત, કે અધર્મના સંહાર માટે આવ્યો’તો એ.
છે કૈં જવાબો ? ક્હો મને,નિર્દોષ એવા કર્ણને શો ન્યાય મળેલ?
રે,પત્નીને મૂકી છે જેણે હોડમાં, જુગારમાં, એનો જ સાથ !
ને માંગણી કુંડળ કવચ ? ધિક્કાર છે,એ જીત એની છેતરેલ !
સાચી અગર એ વાત હો તો જો, જરુરત આજ પણ છે જ,
દૂર્યોધનો, દુઃશાસનો,ને છે શકુનિ આજ પણ માથાં ફરેલ..
આવી ફરી કર ન્યાય સાચો, તો જ માનું “તું હતો ને છે જ છે તું.”
શાને ન આવે હેં?! કહેને, ચક્રધારી, આંગળીએ પર્વત ધરેલ?!!
આ લોકને સમજાવતો, વિચારજો, કેવો હતો ચાલાક ખેલ ?
કે જન્મ ભૂમિ જેલ કીધી, કર્મભૂમિ યુક્તિપૂર્વક રાખી મ્હેલ!
કવિતા સરસ. પણ કર્ણે અધર્મ નો સાથ આપ્યો એટલે એનો નાશ. પાણ્ડવો વિશે પણ સંવાદ કરી શકાય. બાકી આજે ખૂબ જરૂર છે એ અવતાર ની.
LikeLiked by 1 person