૧૯૬૭-૬૮નું એ વર્ષ હતું..
સેંટ ઝેવિયર્સ કોલેજમાં મહાકવિ ભાસરચિત ‘સ્વપ્નવાસવદત્તા’ નામના નાટક અંગે ‘ફાધરગોમ્સ વકતૃત્વ સ્પર્ધા ‘ યોજવામાં આવી હતી. વિષય હતો. “કોનો ત્યાગ વધારે? વાસવદત્તાનો કે પદ્માવતીનો?” તે વખતના સંસ્કૃત વિભાગના વડા ઈન્દુકલાબેન ઝવેરી અને પ્રાધ્યાપક શ્રી પી.સી.દવે સાહેબે સંસ્કૃતમાં વક્તવ્ય લખવા કહ્યું. સંસ્કૃતમાં લખવાનું કામ તો ખુબ અઘરું. પણ ના તો કેમ પડાય ? હિંમત કરી. મહામહેનતે લખ્યું. બંનેએ વાંચ્યું. ઘણી ભૂલો કાઢી,સુધરાવ્યું અને છેલ્લે પોતે મઠાર્યું. લગભગ પોતે જ લખીને આપ્યું. એ વક્તવ્ય પછી તો હ.કા.આર્ટ્સ કોલેજના ‘સાબરમતી’ મેગેઝીનમાં છપાયું જે અત્યારે મને મારા જૂના સંગ્રહમાંથી હાથ લાગ્યું. તેને સ્કેન કરીને તો મૂક્યું જ છે. પણ વિશાલ મોણપરાના ઉપલબ્ધ દેવનાગરી લિપિમાં ટાઈપ પણ કર્યું છે.
કેટલાંક શબ્દો સાચા સંસ્કૃત ફોન્ટ ન હોવાના કારણે થોડા જુદા દેખાશે તો ક્ષમ્ય ગણશો.
***************************************************************************************************************
स्वप्नवासवदत्त’ नाटके पद्मावत्यास्त्यागो वासवदत्तायास्त्यागाद् बलीयान्’
‘સ્વપ્નવાસવદત્તા’ નાટકમાં પદ્માવતીનો ત્યાગ વાસવદત્તાના ત્યાગ કરતાં વધારે બળવાન છે.’
( रेव. फाधरगोम्ससंस्कृतवक्तृत्वप्रतियोगितायां प्रथमं पारितोषिकं लब्धवत्यास्माकं विदयार्थिन्या देविकाभिधानया व्याख्यानं यद्दतं तदिह समुधृत्तम्। )
( રેવ.ફાધર ગોમ્સ વક્તૃત્વ હરિફાઈમાં પ્રથમ પારિતોષિક મેળવેલ અમારી વિદ્યાર્થિ‘ની દેવિકાનું વક્તવ્ય અત્રે એ જ રીતે અવતરણ કરેલ છે. )-આચાર્ય..
એચ.કે.આર્ટ્સ કોલેજ. ‘સાબરમતી’ પાના નં ૧૦૩-૧૦૪
સરસ ભાવભીની યાદ. બેન તમે તો સંસ્કૃત ના ગ્યાતા છો. ખૂબ ખૂબ અભિનંદન
LikeLike