થાળાવાળી ઘંટી

કાળના મહાપ્રવાહમાં કેટકેટલું ઘસડાઈ જાય છે, વિસરાઈ જાય છે પણ એ જ સમય ક્યારેક ને ક્યારેક, કોઈ ને કોઈ રીતે મૌન રહી અચાનક,નજર સામે ઘણું બધું પાછું ખડું કરી આપે છે. કોરોનાની  મહામારીના સમયમાં માનવીને સમગ્રતયા બદલાવું પડ્યું અને ઘડિયાળના કાંટે ચાલતો,ઘડીની યે નવરાશ ન પામતો એ જ માણસ સ્વયં કેટકેટલું અવનવા રૂપે ઉલેચી લાવ્યો!

 

વર્ષો જૂની, થાળાવાળી મોટી ઘંટી, મનને દળવા બેઠી.

મૂઠી ધાન, સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

ઘંટો સુધી બેસી સાથે,

ઘંટી-હાથો પકડી સામે;

ગોળ ઘૂમાવી કચડ કચડ હું

બે પડ વચ્ચે, પીસાતા દાણા, રુદિયે ભરવા બેઠી.

છાજલી પરથી  ઉતારી બરણી,

ડાઘા-ડૂઘી, લૂછીને  ભરતી,

નવા મસોતે ઝાપટી, ઝુપટી

ઢાંકી ઘંટી, કણ કણ ક્ષણની ધરવા બેઠી.

વર્ષો જૂની થાળાવાળી, બાની ઘંટી, મનને દળવા બેઠી…

મૂઠી ધાન સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

(થાળું=જ્યાં ઘંટીનો લોટ કે દાણા ભેગાં થાય તે થાળું. )

(મસોતુ=સફાઈ કરતું પોતું. ‘કોરોના’ જેવું!)

4 thoughts on “થાળાવાળી ઘંટી

 1. “ઘંટી”: વિષય ની પસંદગી, માવજત અને તત્કાલીન સમાજ અને અવિભાજ્ય કુટુંબ ની સાથે તેનું જોડાણ – આ કૃતિ લાગણી સભર વાંચી ગયો. એ કુટુંબ- બા, બાપુજી, બહેન ભાઈ, , ઘર, શેરી, પાડોશ, ગોઠિયા, શાળા શિક્ષકો ….ભૂતકાળ બની ગયા. આવી કૃતિ વાંચીયે તરારે લાગણીઓ નાં પૂર આવે. શું મેળવ્યું અને શું  ગુમાવ્યું ?…સરસ પોસ્ટિંગ બાદલ  આભાર…..

  Liked by 1 person

 2. આ આપણું મન ઘંટીની જેમ કેટકેટલું દળતું જાય છે નહી?
  સમય ,સ્વ અને સ્વજનો સાથેના સંબંધોના સ્મરણો…
  કેટલુંક દળાય છે અને કેટલુંક થાળામાં રહી પણ જાય…
  શું અને કેટલું હ્રદયની બરણીમાં ભરવું એ નક્કી તો આપણે જ કરવાનું ને?

  ખુબ સરસ રચના દેવિકાબેન.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s