ભારની હળવાશ….

આકાશમાં ઉડવાની મઝા અને મસ્તી માણતા

મુક્ત પંખીની પાંખ અચાનક …

એક તીરથી વીંધાઈ.

એ છેક જમીન પર પછડાયુંં.

મૂર્છિત થઈને પડ્યું.

એને લાગ્યું એની પાંખ કપાઈ ગઈ,

પીંછે પીંછા વેરવિખેર થઈ ગયાં.

ત્યાં દૂર આભલેથી એક ટીપું પડ્યું,

એ સળવળ્યું. એક બીજું,ત્રીજું,ચોથું..

ધીરે ધીરે ટીપાંઓનો છંટકાવ થતો ગયો.

એણે  આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો.

આજુબાજું જોયું.

બેઠા થવાનો પ્રયત્ન કર્યો;

બધું જ યથાવત હતું, પાંખો પણ!

તો શું એ સ્વપ્ન હતું?!

ના, ના..પણ..  એમ માની  જ લીધું.

ખરી પાંખ તો એની પાસે  જ છે! છે જ.

શબ્દની પાંખ.

દેવિકા રાહુલ ધ્રુવ

4 thoughts on “ભારની હળવાશ….

  1. શબ્દની પાંખ તો એની પાસે છે જ છે પણ ખરી પાંખ તો છે એનો વિશ્વાસ….

    અને વિશ્વાસ જ્યાં સુધી કાયમ છે ત્યાં સુધી એની ઉડાન કોઇ રોકી શકે એમ છે જ નહી.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s