‘શબ્દસૃષ્ટિ’માં પ્રકાશિત ઃ એપ્રિલ-મે-જૂન ૨૦૨૦
July ૨૦૧૫માં ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત ગઝલઃ
કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.
ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.
જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,
મળે ઇશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.
સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર
ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.
ઝવેરી વેશ પ્હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.
કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..
કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,
મળે રોવાને ક્યાં એકે, ખૂણાની વાત રે’વા દો.
મજેદાર રંદિફ, કાફીયા સાથે ની આ રચના ગુજરાતી ગઝલ ને એક નવા શીખરે લઇ જાય છે. દેવિકાબેન ને સપ્રેમ પ્રણામ.
LikeLike
બહુ જ સરસ શબ્દો અને ભાવ સભર ગઝલ વાંચવી બહુ ગમી.
LikeLike