નવનિર્માણ..

જગત આખું યે

ગર્ભાયું હતું.

આખરે પ્રસવ થઈને રહ્યો.

સંભવામિ યુગે યુગે?!

દૃશ્ય કેવું ?

બાળક રમે ને સૌ રડે!

સાવ જુદું!

અરે, વળી એ

ક્ષણે ક્ષણમાં ઉછરે ને

કણે કણમાં ફરે !

વિફરે,વકરે ને વિસ્તરે.

બિન્દાસ !

પ્રાર્થનાયે હવે જુદી કે

કોઈ ‘કરો ના’ આવી

સંહારક ક્રીડા,

જે રચે કે સર્જે,

લાશોથી લથબથ

મહા,મહાભારત-શો

નવો ઇતિહાસ.

નવનિર્માણ..

8 thoughts on “નવનિર્માણ..

  1. Just five minutes before I read thIs poem I had recited to myself the shloka you are referring to. Bill Gates had predicted such a disaster in 2015 but did not know when it would happen , and had asked to prepare for it. You put it in an unforgettable poem when it did happen. What about ” NA J ANYUN JANKI NAATHE SAVAARE SHUN THAVANU CHHE”.
    Does it JUST HAPPEN?

    Liked by 1 person

  2. કેવીસરસ રીતે આ કરુણ ઘટનાને તમે વાસ્તવમાં વણી લીધીછે? મહાભારતની લાશો તો શસ્ત્રથી થઇ , આ લાશો વગર શસ્ત્રો. કુદરતી કોપ કરવો કે પરિપક્વ પ્રલય ?
    ખૂબ જ હદયસ્પશી રચના

    Liked by 1 person

  3. તમારી કલ્પનાને કહેવું પડે!

    Chiman Patel ‘chaman’

    Note:

    To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.

    http://chimanpatel.gujaratisahityasarita.org/
    http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
    http://pustakalay.com/kavita.pdf
    https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/

    ________________________________

    Liked by 1 person

  4. બાળક રમે ને સહુ રડે, આ વિનાશકારી બાળક એક ક્ષણમાં કણે કણમાં ફક્ત વિસ્તરતું જ નથી, વિફરીને એવું વિસ્તરે છે કે લાશોના અંબાર સર્જાઈ જાય છે!!
    કોણે આપ્યો એને જન્મ? હજુ જો માનવજાત નહિ સમજે તો કોઈ ક્રુષ્ણ આ વસુંધરાને બચાવી નહિ શકે.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s