બાકી છે…

 

કવિ શ્રી યોસેફ મેકવાન,કૃષ્ણ દવે અને શ્રી ઉત્તમ ગજ્જર તરફથી મળેલ ફોટો સૌજન્યની ખુશી..

૧૫મી માર્ચ ૨૦૨૦ના રોજ દિવ્યભાસ્કરની રસરંગ પૂર્તિમાં પ્રકાશિત થયેલ ગઝલઃ ‘બાકી છે.’

Sharing the joy of photo courtesy by Poet shri Yoseph Macwan, Krushna Dave and shree Uttam Gajjar.. With THANKS to them.

Divyabhaskar: Rasrang Purti: March 15 2020

બાકી છે..

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે.
ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.

જમાનો કેટલો સારો, બધું સમજાવતો  રે’છે!
દિવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે !

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો, કહે છે,ધર્મ બાકી છે.

ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન, પણ હાય,દર્દ બાકી છે.

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

(1) ગઝલઃબાકી છે ૨ – YouTube

 

 

One thought on “બાકી છે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s