ખૂબ ઝડપથી મકાનો બંધાય છે.
મોટી મોટી ઈમારતો બની જાય છે..
પછી એમાં બહુ જલ્દી તડ પડી જાય છે.
વળી એની ઉપર ચૂના, માટીના લપેડા થાય છે.
ઝટપટ થતાં સંબંધોની ઈમારતોમાં પણ
એમ જ..આજકાલ
ગાબડાં પડી જાય છે, દિવાલો રચાય છે.
ભેળસેળના આ જમાનામાં,
અસલીયત ક્યાં શોધવી ?
મજબૂત તત્ત્વ ક્યાં મળે?
‘કોપી ફોર્વર્ડ’માં વ્યસ્ત આ દૂનિયામાં
અસલી કવિતા, ખરું સત્ત્વ ક્યાં મળે?
મળે?
મળે મળે, મન મળે તો મળે!!
LikeLike
very true : originality is missing in every sphere of life.
LikeLike
હાચી વાત કરી!
એકજ માના બાળકોમાં પણ જોઈએ એવા સબંધો ક્યાં જોવા મળે છે.
અંબાણી પરિવારનો દાખલો લો; પૈસા અને વેભવ હોવા છતાં ભાઈચારામાં ચિરાડ!!
મકાનની ચિરાડ માટે સિમેન્ટ અને માનવ બુધ્ધી કામ કરી જાય છે, પણ એકજ માના બાળકો વચ્ચે પડેલી ચિરાડો માટે કોઈ સમજણનો સીમેન્ટ મળે છે?
આજના આપના વિષય માટે અભિનંદન.
‘ચમન’
LikeLike
સાચી વાત
ક્યારેક, ક્યાંક, ભાગ્યેજ મરજીવાને મળતા મોતીની જેમ સદ્ભાગ્યે કોઈ સો જણની વાતમાં એકાદું તત્વ અને સત્વ પણ મળે બાકી તો કોપી ફોરવર્ડના છીપલા જ મળે….
LikeLike