Gujarat Darpan of New Jersey published the report of 200th Bethak
Also many pictures of GSS 200the Bethak in Akilanews paper:
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટને ઠસ્સાથી ઉજવ્યો
‘બસ્સોમી બેઠકનો જલસો’-અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ
વિદેશની ધરતી પર છેલ્લાં ૧૯ વર્ષથી નિયમિત રીતે ચાલતી હ્યુસ્ટનની ‘ ગુજરાતી સાહિત્ય સરિતા’એ ૨૫મી ઓગષ્ટના રોજ ૨૦૦મી બેઠકની શાનદાર રીતે, જાનદાર ઉજવણી કરી.

ગુ.સા.સની હાલની સમિતિ તસ્વીર સૌજન્યઃ શ્રી જયંતભાઈ પટેલ
ખજાનચીઃ અવનીબહેન મહેતા,ઉપપ્રમુખઃ શૈલાબહેન મુન્શા,પ્રમુખઃ ફતેહ અલી ચતુર અને સલાહકારઃ દેવિકાબહેન ધ્રુવ
( તસ્વીર સૌજન્યઃ શ્રી ભાર્ગવ વસાવડા)
શ્રાવણના તહેવારોના ઓચ્છવની જેમ બપોરે ૧ થી ૫ના સમય દરમ્યાન સુગરલેન્ડના કોમ્યુનીટી સેન્ટરમાં સાહિત્ય સરિતાના સૌ સભ્યો, સુશોભિત ગુજરાતી પરિધાનમાં સુસજ્જ બની મહાલતાં હતા.

(તસ્વીર સૌજન્ય શ્રી નીતિન વ્યાસ સતીશ પરીખ અને શ્રી જયન્ત પટેલ )
શ્રી હસમુખભાઈ દોશીના સૌજન્યથી ગોઠવાયેલ ભોજન-વિધિ બાદ બરાબર ૨.૩૦ વાગે સરસ્વતીની પ્રાર્થનાથી શુભ આરંભ થયો.
( તસ્વીર સૌજન્ય શ્રી સુરેશભાઈ ઝવેરી)
સંસ્થાના પ્રમુખ અને બેઠકના સૂત્રધાર શ્રી ફતેહ અલીભાઈએ, મહેમાન કવિ શ્રી સુરેશભાઈ ઝવેરીનું સ્વાગત કરી, ગઝલિયતના કેફથી શ્રોતાજનોને ઉમળકાભેર આવકાર્યાં. ખીચોખીચ ભરાયેલા હોલમાં, ઘરના લગ્ન પ્રસંગ જેવો માહોલ વરતાતો હતો. પ્રોજેક્ટરના પડદા ઉપર ૨૦૦ ફોટાઓનો સ્લાઈડ શો ચાલી રહ્યો હતો.
બેઠકનો વિષય ‘ગુજરાતી સાહિત્ય સરિતા’હતો અને સૌના ચહેરા પર ગર્વના પર્વ જેવી ગરિમા છલકાતી હતી. એક પછી એક ૯-૧૦ વક્તાઓ સંસ્થા વિશેની પોતાની અભિવ્યક્તિ રજૂ કરતા જતા હતા.
પ્રવીણાબહેન કડકિયાએ સંસ્થાના સદગત સર્જકોને તેમની કામગીરી સાથે યાદ કરી શબ્દાંજલિ અર્પી. દેવિકાબહેન ધ્રુવે, ૧૯ વર્ષની પ્રવૃત્તિઓને બિરદાવતા સંસ્થાની દરેક વ્યકિતઓને, તેમની જુદા જુદા ક્ષેત્રે આપેલી સેવાઓને મન મૂકીને વધાવી. શ્રી હેમંતભાઈ ગજરાવાલાએ સંસ્થાની સ્થાપના અંગે પોતાની વર્ષો જૂની સ્મૃતિને ઢંઢૉળી ભાવવિભોર રજૂઆત કરી. સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટે સાહિત્ય સરિતાને ‘પરબ ’સમી ગણાવી, પીનાર અને પીવડાવનાર બંનેની તરસ છીપાય છે એવી અર્થસભર વાત કરી.
બે વક્તાઓની વચ્ચે સૂત્રધાર પણ વિષયને ન્યાય આપતા,ભૂતપૂર્વ પ્રમુખ અને તેમની સમિતિને યોગ્ય રીતે બિરદાવતા જતા હતા.
શ્રી વિજયભાઈ શાહે સંસ્થાની સ્થાપનાથી માંડીને આજ સુધી થયેલો ટેક્નીકલી વિકાસ અને તેને કારણે સર્જનની પ્રવૃત્તિમાં થયેલા વેગ અંગે સુંદર છણાવટ કરી. એટલું જ નહિ, ગુજરાતી કીબોર્ડના સંસ્થાપક હ્યુસ્ટનસ્થિત વિશાલ મોનપરાને ‘સ્પેલચેકર’ની સુવિધા અંગે પ્રેરણા આપી, વિનંતી કરી અને આશા પણ સેવી.વડિલ શ્રી ધીરુભાઈ શાહે વિષયાનુસાર બે નાનકડાં કાવ્યો રજૂ કર્યા. કિરીટભાઇ મોદીએ પણ પ્રસંગોચિત સ્મૃતિ તાજી કરાવી.
શ્રી નૂરુદ્દીન દરેડિયાએ વાતાવરણમાં રમૂજ રમતી મૂકી સૌને ખડખડાટ હસાવ્યા.શ્રી મુકુંદભાઈ ગાંધીએ એકપાત્રીય અભિનય રજૂ કરી અનોખું દૄષ્ય સર્જ્યુ.
બેઠકના આ સપ્તરંગી મેઘધનુષને વધુ નિખારતા કુશળ સૂત્રધાર પણ મજેદાર શાયરીઓથી રંગ જમાવતા જતા હતા. રમૂજી રીતે વિવિધ રંગના ફુવારા ઉડાડવાની તેમની અદાકારી શ્રોતાઓએ મનભરીને માણી.
ત્યારપછી ઉપપ્રમુખ શ્રીમતી શૈલાબહેને મહેમાન કવિ શ્રી સુરેશ ઝવેરીનો પરિચય આપ્યો અને ખજાનચી શ્રીમતી અવનીબહેન મહેતાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ. “બેફિકર’ના તખલ્લુસથી લખતા કવિ શ્રી સુરેશભાઈ ટૂંકી બહેરના એક પછી એક ચોટદાર શેર,મુક્તક અને ગઝલની રજૂઆત કરી શ્રોતાઓની દાદ પર દાદ મેળવતા ગયા.તેમના થોડા હળવા શેર આ રહ્યાઃ
-
“પ્રેમ કરે છે હા,ના,કરતા.
રહેવા દેને એના કરતા!! -
એણે કીધું એની હા છે.
આ તો એનો પહેલો ઘા છે!
સાહિત્ય સરિતાને માટે આ પ્રસંગને અનુરૂપ, મમળાવવી ગમે તેવી પંક્તિઓ ભેટ આપી ગયા.
-
આવીને ખાસ્સો જોયો છે, બસ્સોનો ઠસ્સો જોયો છે.
શબ્દે શબ્દે હોય સરિતા, એવો મેં જુસ્સો જોયો છે.
Good to know
LikeLike
HARDIK ABHINANDAN! KEWA AANANDTHI 200MO UTSAVA UJAVYO TAME ,
‘SOX2’-NERI GUJARATIMAN JENU KEVUN ADBHUTA VARNAN KARYU TAME!
LikeLike