નૈસર્ગિક અચરજ

૨૦૧૬માં લખેલ એક રચના થોડાં modifications સાથે….

નૈસર્ગિક અચરજ

ઝીણા, કૂણા, સુંવાળા તડકે અચરજ જોયું આજે !
મીટડી માંડી, જોયા કરતી નજરને વળવા ના દે!
તારને ખેંચી, સર સર સરતા કરોળિયાની ક્રીડા
જાણે કોણે શીખવી આવી અજોડ,અથાગ લીલા!

પુલ નથી કે પાળ નથી ને મળે નહિ કોઈ ટેકો!
આઠ પગનો માનવમિત્ર, શીખવે ગર્વીલો ઠેકો!
પડે પડે પણ ઉભો થઈને ચડતો તાંતણ તારે,
વળી વળીને,  ફરી ફરીને, વધતો લાળની ધારે.

ના કોઈ શાળા, ના કોઈ પાઠો, ના કો’ગુરુવિદ્યા,
આ ભૂમિતિના કોણો રચવા, એણે  કોણ આરાધ્યા?
દૈવી કૌવત નીરખી અદભૂત ‘સ્પાઈડર-મેન’ કલ્પાયા
મનને અડતા, દિવ્ય મનોહર  કલાકાર સર્જાયા.

નાનુ સરખું જીવડું રચતું જાળું આંખની સામે.
બ્રહ્મા જેવું ભવ્ય ને દિવ્ય, કૌશલ એકલ હાથે!

 

3 thoughts on “નૈસર્ગિક અચરજ

  1. The Big Bang and Darwin theories and explanation by the world’s greatest scientists cannot
    explain the mystery of the universe and the order in which it is displayed here on earth and up there in the space. So truely it has been said again and again in our scriptures ,” Prabhuni
    leela akal chhe”

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s