શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ–જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના કરી છે?
દેવકીનું દર્દ…
દેવકીનું દર્દ….કોઈએ ના જાણ્યું.
સીતાએ રામ જોડે ચૌદ વર્ષ વનવાસ વેઠ્યો અને એના પર આખી રામાયણ રચાઈ. જ્યારે મહેલમાં રહી પણ જેણે પતિ વગર ચૌદ વર્ષ વનવાસ જેવું જ જીવન વિતાવ્યું એવી ઉર્મિલા ય હંમેશા વિસરાયેલી જ રહી એવી જ રીતે કાનાની સંગાથ યશોદા કે રાધા તો જોડાયેલા જ રહ્યા અને દેવકી હંમેશા વિસરાયેલી જ રહી.
આવું કેમ?
આજે તમે અત્યંત સંવેદનપૂર્ણ વાત કરી.
LikeLike
સુંદર દેખાતા ચિત્રમાં કયા રંગ ઓછા દેખાવા છત મહત્વના છે તેને ઉડાણથી વિચાર કરવાની ટેવ દાદ માંગે છે. અભીનંદન.
LikeLike
Everyone will love to have Devki’s “Dard”. In that type of Dard there is so much hidden happiness.
LikeLike