તણખો….૧

તણખો-૧

પ્રખર ઉનાળાની ધગધગતી બપોરે, ચીંથરેહાલ કંગાળ એક છોકરો, તૂટેલી હાથલારી ખેંચતો હતો. પગમાં ફાટેલાં, કોઈના નાંખી દીધેલાં, માપ વગરનાં જૂતાં ચડાવેલાં હતાં. ડામરની પાકી કાળી, ગરમીથી સળગતી સડકોથી એના પગનાં તળિયાં ફાટેલાં જોડાંને કારણે, ક્યાંક ક્યાંક દાઝતાં  હતાં. તેથી વારાફરતી ડાબો-જમણો પગ ઉંચો નીચો કર્યે જતો હતો. સાથે સાથે કપાળનો પરસેવો લૂછતાં લૂછતાં એના હાથમાં માટીના બે કોરાં કોડિયાં બતાવી લોકોને ખરીદવા માટે બૂમો પાડ્યે જતો હતોઃ

આ કોડિયાં લો, રંગબેરંગી  કોડિયાં લો..

બારીબારણાં બંધ કરી એરકન્ડીશન્ડ ઓરડાઓમાં કે ખસની ટટ્ટીઓનાશેડકરીને ઠંડક પામતા અમીરોના કાન સુધી એનો અવાજ ક્યાંથી પહોંચે ? છતાં એ છોકરો ચીસો પાડી પાડીને,વળી વળીને સતત મોટે મોટેથી બોલ્યે જતો હતો.
આ કોડિયાં લો, રંગબેરંગી કોડિયાં લો..
લાઈટ જશે તો અંધારે  ખપ લાગશે..સાવ સસ્તાં છે
એક ઝીણી વાટ મહીં મેલી છે. કામ લાગશે.
લઈ લોલઈ  લો કોડિયાં, માટીના..

 બારી પાસે બેસીને કોડિયાં પર કવિતા લખતી કલમ અચાનક થંભી ગઈ…

થોડીવાર પહેલાં જરાક દૂરથી આવતોતો એ અવાજ પડઘાયો. બહાર ડોકિયું કર્યું . કોઈ ન દેખાયું, કંઈ ન દેખાયું. ફક્ત અવાજના પડઘા..પળ વીતી ગઈ હતી.

અસ્સલ ગામથી, મીઠી સોડમવાળી માટીથી ઘડેલાં અને  ઝી….ણી વાટ મૂકીને લારીમાં ગોઠવેલાં, પેલા કુંભકારનાં કાચી માટીનાં  કોડિયાંને  પ્રગટાવે કોણ!!!
ઓરડામાં અંધારું વધતું જતું હતું. આંખ બંધ કરી. બંધ આંખે ચોક્ખું દેખાયું!!
  

પડઘાતો અવાજ તો ધીમે ધીમે ચાલી ગયો.
પણ ભીતરની ઝીણી વાટને સંકોરાવી ગયો.

One thought on “તણખો….૧

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s